સંયુક્ત રાષ્ટ્ર: યુક્રેન પર સંયુક્ત રાષ્ટ્ર મહાસભાનું કટોકટી વિશેષ સત્ર(Emergency session of the United Nations General Assembly) બુધવારે ફરી શરૂ થશે. ફ્રાન્સ, બ્રિટન અને યુએસ સહિત 22 સભ્ય દેશોએ 193-સભ્ય યુએન બોડીના પ્રમુખ અબ્દુલ્લા શાહિદ(President of the UN body Abdullah Shahid)ને આ બેઠક બોલાવવા માટે પત્ર લખ્યો હતો. યુક્રેન સામે રશિયાના આક્રમણ પર સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ 28 ફેબ્રુઆરીએ એક દુર્લભ કટોકટી સત્ર બોલાવ્યું હતું.
આ પણ વાંચો: Ukraine Russia invasion : બાઈડનની ચેતવણી, જો NATO રશિયા યુક્રેન યુદ્ધમાં કૂદશે તો 'ત્રીજું વિશ્વ યુદ્ધ' થશે
1950 પછી મહાસભાનું આ 11મું કટોકટી સત્ર: શાહિદે 28 ફેબ્રુઆરીથી 2 માર્ચ સુધી ચાલેલા સત્રની અધ્યક્ષતા કરી હતી. 1950 પછી મહાસભાનું આ 11મું કટોકટી સત્ર હતું. 22 સભ્ય દેશો દ્વારા શાહિદને એક પત્ર મોકલવામાં આવ્યો હતો, જેમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 11મા ઈમરજન્સી વિશેષ સત્રને ફરી શરૂ કરવાની માંગ કરવામાં આવી હતી. સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના પ્રમુખે સોમવારે એક ટિ્વટમાં કહ્યું કે, તેઓ 23 માર્ચે મહાસભાનું ઈમરજન્સી વિશેષ સત્ર બોલાવશે.
ડ્રાફ્ટ ઠરાવ સબમિટ કરવામાં આવ્યો: જનરલ એસેમ્બલીના પ્રમુખના પ્રવક્તા પૌલિના કુબિયાક ગ્રીરે જણાવ્યું હતું કે, યુક્રેન અને અન્ય સભ્ય દેશો દ્વારા પ્રાયોજિત ડ્રાફ્ટ ઠરાવ સબમિટ કરવામાં આવ્યો છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે. કેનેડા, ફ્રાન્સ, જર્મની, ઇટાલી, જાપાન, પોલેન્ડ, તુર્કી, યુક્રેન, યુકે અને યુએસ એવા દેશો આમાં સામેલ છે જેમણે સત્ર ફરી શરૂ કરવા માટે શાહિદને પત્ર લખ્યા છે. જનરલ એસેમ્બલીએ યુક્રેનની સાર્વભૌમત્વ, સ્વતંત્રતા, એકતા અને પ્રાદેશિક અખંડિતતા પ્રત્યેની તેની પ્રતિબદ્ધતાને પુનઃપુષ્ટ કરવા માટે 2 માર્ચે તેના સત્ર પહેલાં મતદાન કર્યું હતું અને યુક્રેન સામે રશિયાના આક્રમણની સખત નિંદા કરી હતી.
આ પણ વાંચો: યુક્રેનના રાષ્ટ્રપતિનું મોટું નિવેદન, કહ્યું- પુતિન સાથે સમાધાન કરવા તૈયાર
ઠરાવને 141 મતોથી પસાર કરવામાં આવ્યો: ભારત સહિત 34 અન્ય દેશોએ આ ઠરાવ પર મતદાનમાં ભાગ લીધો ન હતો. ઠરાવને 141 મતોથી પસાર કરવામાં આવ્યો હતો, જ્યારે પાંચ સભ્ય દેશોએ તેની વિરુદ્ધમાં મતદાન કર્યું હતું. આ ઠરાવમાં રાજકીય સંવાદ, વાટાઘાટો, મધ્યસ્થી અને અન્ય શાંતિપૂર્ણ માધ્યમો દ્વારા રશિયા અને યુક્રેન વચ્ચેના સંઘર્ષના તાત્કાલિક શાંતિપૂર્ણ નિરાકરણની હાકલ કરવામાં આવી છે.