- ફ્રાન્સના પૂર્વ રાષ્ટ્રપતિ સરકોજીને કોર્ટે ભ્રષ્ટાચાર મામલે સજા ફટકારી
- ગેરકાયદે સૂચના મેળવવાના પ્રયાસમાં સરકોજીને સજા સંભળાવી
- સરકોજી ઘરમાં જ કસ્ટડીમાં રહેશે, ઈલેક્ટ્રોનિક પટ્ટી પહેરવી પડશે
પેરિસઃ ફ્રાન્સમાં પેરિસની એક કોર્ટે સોમવારે પૂર્વ રાષ્ટ્રપતિ નિકોલસ સરકોજીને ભ્રષ્ટાચાર મામલામાં દોષી જાહેર કર્યા છે. કોર્ટે તેમને બે વર્ષની કેદની સજા કરી છે. તેઓ છેલ્લા એક વર્ષથી ઘરમાં જ કસ્ટડીમાં હતા. ફ્રાન્સમાં 2007થી 2012 સુધી રાષ્ટ્રપતિ રહેલા સરકોજી (66)ને વર્ષ 2014માં એક કાયદાકીય મામલામાં વરિષ્ઠ મેજિસ્ટ્રેટ પાસેથી ગેરકાયદે સૂચના મેળવવાના પ્રયાસમાં તેમને દોષી જાહેર કરવામાં આવ્યા હતા.
સરકોજીના બે મિત્રને પણ સજા થઈ
કોર્ટે કહ્યું કે, સરકોજી ઘર પર જ કસ્ટડીમાં રહેવાનો અનુરોધ કરી શકે છે. આ સાથે જ તેમણે ઈલેક્ટ્રોનિક પટ્ટી પહેરવી પડશે. ફ્રાન્સના આધુનિક ઈતિહાસમાં સરકોજી પહેલા એવા પૂર્વ રાષ્ટ્રપતિ છે જેમને ભ્રષ્ટાચાર મામલામાં સજા થઈ છે. સરકોજીનો બચાવ કરનારા વકીલ અને તેમના જૂના મિત્રે થેરી હરજોગ અને સેવા નિવૃત્ત મેજિસ્ટ્રેટ ગિલબર્ટ એજિબર્ટને પણ દોષી જાહેર કરવામાં આવ્યા છે. આ બન્નેને પણ સરકોજી જેટલી જ સજા થઈ છે.
સરકોજીએ અંગત ફાયદા માટે મેજિસ્ટ્રેટ પાસે કામ કરાવ્યુંઃ કોર્ટ
કોર્ટે કહ્યું કે, આ તથ્ય એટલા માટે ગંભીર છે કે, પૂર્વ રાષ્ટ્રપતિએ પોતાની સ્થિતિનો ફાયદો ઉઠાવી મેજિસ્ટ્રેટને અંગત ફાયદા માટે કામ કરાવ્યું હતું. સરકોજીએ ગયા વર્ષના અંતમાં 10 દિવસ ચાલેલી સુનાવણીમાં પોતાના વિરુદ્ધ થયેલા આરોપોને નકારી કાઢ્યા હતા.