પાકિસ્તાન: કાશ્મીર મુદ્દાને આંતરરાષ્ટ્રીય સ્તરે ઉછાળવાનો વારંવાર પ્રયાસ કરનારા પાકિસ્તાને હવે આ મુદ્દાને રમતોમાં પણ ઢસડી રહ્યું છે. પાકિસ્તાનનાં એક ઘોડેસવારે તેના ઘોડાનું નામ 'આઝાદ કાશ્મીર' રાખ્યું છે. તેને આ નામ બદલવાનો ધરાર ઇનકાર કર્યો છે.
ઉલ્લેખનીય છે કે, ઘોડેસવારનું નામ ઉસ્માન ખાન છે. તે ઓલમ્પિક માટે ક્વોલિફાઈ કરનારો પહેલો પાકિસ્તાની ઘોડેસવાર છે. તે ટોક્યો ઓલિમ્પિક 2020માં ભાગ લેવા માટે આ ઘોડા સાથે પ્રક્ટિસ કરી રહ્યો છે.