વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણામાં ચૂંટણી પ્રચારની રેલી જનસંબોધન કરતી વખતે પાકિસ્તાન પર આકરા પ્રહાર કર્યા હતા અને પાકિસ્તાનમાં પાણી રોકવાનું નિવેદન આપ્યું હતું. જેના જવાબમાં ફેસલે જણાવ્યું હતું કે, "સિંધુ જળ સંધિ અનુસાર પાકિસ્તાનનો પશ્ચિમની ત્રણ નદી પર વિશેષાધિકાર છે. જો મોદી પાણી રોકવાનો પ્રયત્ન કરશે તો તેની આડઅસર બંને દેશના સંબધ પર થશે."
ઉલ્લેખનીય છે કે, 5 ઓગસ્ટના રોજ ભારત સરકારે જમ્મુ-કાશ્મીરને વિશેષ અધિકાર આપનાર કલમ 370ને રદ્દ કર્યા બાદ બંને દેશ વચ્ચે તણાવ વધી રહ્યો છે, ત્યારે ભારતે સ્પષ્ટ કર્યુ છે કે, 370 કલમ હટાવવી એ દેશનો આંતરિક મામલો છે. જે પાકિસ્તાને સ્વીકારી લેવું જોઈએ.