ઈસ્લામાબાદ: પાકિસ્તાનમાં કોરોના વાઈરસના ફેલાવાને રોકવા માટે સરકારે ઉલેમાને મનાવવા અને રાજી કરવા સખત સંઘર્ષ કરવો પડશે. ઘણા પ્રભાવશાળી ઉલેમાએ સ્પષ્ટ કર્યું છે કે પવિત્ર રમજાન મહિનામાં મસ્જિદોમાં સામૂહિક નમાઝ અદા કરવામાં આવશે. દેશના અનેક ખ્યાતનામ ઉલેમા, રાષ્ટ્રના ધાર્મિક વિદ્વાનોએ આ મુદ્દે રાષ્ટ્રપતિ આરિફ અલ્વી સાથે મુલાકાત કરી હતી, જેમાં રમઝાન માટેના 20 મુદ્દાના એક્શન પ્લાન પર સંમતિ આપવામાં આવી હતી.
રાષ્ટ્રપતિ અલવીએ શનિવારે મળેલી બેઠકમાં લીધેલા નિર્ણયો વિશે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે રમજાન મહિનામાં મસ્જિદો ખોલવામાં આવશે. રમજાન માસ દરમિયાન મસ્જિદો અને લોકો દ્વારા અનુસરવામાં વીસ મુદ્દાની સંમતિ આપવામાં આવી છે.
કોરોના વાઈરસના ફેલાવાને રોકવા માટે જરૂરી સામાજિક અંતર જાળવવા માટે હવે મસ્જિદો સામૂહિક નમાઝ માટે બંધ કરવામાં આવી છે. મસ્જિદમાં વધુમાં વધુ પાંચ લોકોને મંજૂરી આપવામાં આવી છે. ઉલેમાએ સ્પષ્ટ કર્યું કે, રમઝાનમાં આ પ્રતિબંધ અસ્વીકાર્ય છે. તેમણે જણાવ્યું હતું કે, અન્ય નમાઝની સાથે મસ્જિદોમાં રમઝાનમાં ખાસ તરાવીહની નમાઝ પણ અદા કરવામાં આવશે. વીસ શરતો લાદવામાં આવી છે આ વીસ શરતોમાં સામેલ છે કે, મસ્જિદ દરેક નમાઝ પહેલાં ધોવાઈ જશે, કાર્પેટ અથવા સાદડી નાખવામાં આવશે નહીં. લોકો ઘરેથી સાદડી-કાર્પેટ લાવશે. મસ્જિદોમાં સામાજિક અંતરનું અનુસરણ કરવામાં આવશે. નમાઝ અથવા તરાવીહ પછી કોઈ જમાત થશે નહીં અને પચાસ વર્ષથી વધુ ઉંમરના લોકો અને બાળકોને મસ્જિદમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવશે.
બેઠકમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે, લોકોને તેમના ઘરે નમાઝ અદા કરે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના ધોરણો અનુસાર મસ્જિદના ફ્લોરની શુદ્ધિકરણ કરવામાં આવશે. આ સંજોગોમાં નક્કી કરવામાં આવ્યું છે કે, સામૂહિક નમાઝ દરમિયાન નમાઝીઓ વચ્ચે ઓછામાં ઓછા છ ફૂટનું અંતર જાળવવું જોઈએ. મસ્જિદમાં કોઈ સહારી કે ઇફ્તાર યોજાશે નહીં. લોકોએ ચહેરા પર માસ્ક પહેરવું પડશે.
ઉલ્લેખનીય છે કે, સાઉદી અરેબિયાના મક્કામાં ઇસ્લામની પવિત્ર મસ્જિદના ઇમામે કોરોના રોગચાળાને કારણે લોકોને રમઝાન દરમિયાન ઘરોમાં જ બધી નમાઝ અદા કરવાનું જણાવ્યું છે.