હાલમાં આવું બીજી વખત બન્યું છે કે, રૉકેટ છોડ્યા બાદ તેના અવાજથી તેમને કાર્યક્રમ છોડી દેવો પડ્યો હોય.
એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મિસાઇલને ફાયર કર્યા પછી, પેલેસ્ટાઇન એન્ક્લેવની નજીક, દક્ષિણના શહેર અશ્કેલોનમાં સાયરન વાગવા માંડ્યા હતા. વડાપ્રધાન અશ્કલોનમાં જ રેલી કરી રહ્યા હતા.
ઇઝરાઇલી સરકારના પ્રસારણકર્તા કેએએન 11 સલામતી રક્ષકોને નેતાન્યાહૂને 'રેડ એલર્ટ' વિશે જણાવતા ફોટા જાહેર કર્યા હતા. આ અગાઉ 10 સપ્ટેમ્બરના રોજ લિકુડ પાર્ટીના વડાને દક્ષિણના શહેર અશ્દોદમાં ચૂંટણી રેલી છોડવી પડી હતી, કારણ કે, ગાઝા પટ્ટીથી હુમલો કરવાની ચેતવણી આપતા સાઈરન વાગતા હતા.
ઇઝરાઇલી સેનાએ જણાવ્યું હતું કે, ગત્ત અઠવાડિયે ગાઝાથી ઇઝરાઇલ તરફ બે રોકેટ છોડવામાં આવ્યા હતા. જેના જવાબમાં ઈઝરાઇલના બે લડાકુ વિમાનોએ હમાસના ઠેકાણા પર બોમ્બ ધડાકા કર્યા હતા.
અહીં ઉલ્લેખનીય છે કે, ગત્ત મહિને નેતન્યાહુને ભ્રષ્ટાચાર, છેતરપિંડી, લાંચ અને વિશ્વાસઘાતના ત્રણ ગુના માટે દોષિત ઠેરવવામાં આવ્યા હતા. જો કે, તેમણે તમામ આક્ષેપોને સ્પષ્ટપણે નકારી દીધા હતા.
નેતન્યાહુ એપ્રિલ અને સપ્ટેમ્બરની ચૂંટણી પછી એક વર્ષમાં ત્રીજી સામાન્ય ચૂંટણીનો મુકાબલો કરી રહ્યા છે. તાજેતરમાં પૂર્ણ થયેલી સામાન્ય ચૂંટણીમાં ઇઝરાઇલની સંસદમાં કોઈ પણ ઉમેદવાર વડાપ્રધાન પદના ઉમેદવાર માટે બહુમત મેળવી શક્યા ન હતા.