દુબઇઃ સલાહ ખાશોગીએ ટિ્વટ કર્યું હતું કે, 'અમે શહીદ જમાલ ખશોગીના પુત્ર, અમારા પિતાના હત્યારાઓને માફ કરીએ છીએ, જેનો ન્યાય અમને અલ્લાહ પાસેથી મળશે.'
સલાહ ખશોગી સાઉદી અરેબિયામાં રહે છે અને તેના પિતાની હત્યાના કેસમાં શાહી અદાલત દ્વારા આર્થિક વળતર પણ મેળવ્યું છે.
ખશોગીના પુત્રોની ઘોષણા અંગે સ્પષ્ટતા આપતાં 'અરબ ન્યૂઝ'એ કહ્યું હતું કે, તેમના પુત્રોની માફીથી હત્યારાઓ ફાંસીની સજાથી બચી શકે છે, પરંતુ આનો અર્થ એ નથી કે, તેમને કોઈ સજા નહીં મળે.
નોંધપાત્ર વાત એ છે કે, ઇસ્તંબુલમાં સાઉદી વાણિજ્ય દૂતાવાસમાં જમાલ ખાશોગીની હત્યા કરવામાં આવી હતી. આ હત્યાની આંતરરાષ્ટ્રીય સ્તરે નિંદા કરવામાં આવી હતી. અને આ કેસમાં વલી અહદ શહેઝાદા મોહમ્મદ બિન સલમાનની ભૂમિકા વિશે પ્રશ્નો ઉભા થયા હતા. ખશોગીનો મૃતદેહ હજી સુધા મળી આવ્યો નથી.
આ કેસમાં 11 લોકોમાંથી પાંચને ફાંસીની સજા, ત્રણને કુલ 24 વર્ષની જેલની સજા અને અન્યને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા.
આ મામલે આરોપી બે જાણીતી હસ્તીઓનો નિર્દોષ જાહેર કરવામાં આવ્યો હતો. તે સલમાનની નજીક હોવાનું કહેવાય છે.