ETV Bharat / international

અમેરિકા અને તાલિબાન વચ્ચે 18 મહીનાની લાંબી વાટાઘાટો બાદ શાંતિ કરાર પર થયા હસ્તાક્ષર - તાલિબાન

અમેરિકા અને તાલિબાન વચ્ચે 18 મહિનાની વાટાઘાટા બાદ શાંતિ કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા. યુએસ-અફઘાનની જાહેરાત મુજબ 14 મહિનાની અંદર તમામ સુરક્ષા દળોને પાછા ખેંચવાનો યુએસનો લક્ષ્યાંક છે.

A timeline of key events in Afghanistan's 40 years of wars
અમેરિકા અને તાલિબાન વચ્ચે 18 મહીનાની લાંબી વાટાઘાટો બાદ શાંતિ કરાર પર થયા હસ્તાક્ષર
author img

By

Published : Feb 29, 2020, 11:18 PM IST

કાબુલઃ અમેરિકા અને તાલિબાન વચ્ચે 18 મહિનાની વાટાઘાટો બાદ હવે શાંતિ કરાર પર હસ્તાક્ષર થયા છે. આ કરારને લઈને અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ અશરફ ગનીએ અમેરિકાના રક્ષા સચિવ માર્ક ઓશો અને નાટોના મહાસચિવ જેન્સ સ્ટોલટેનબર્ગની સાથે વાત કરતાં કહ્યું કે, અફઘાનિસ્તાન, સંયુક્ત રાજ્ય અમેરિકા અને નાટો સાથે પહેલાથી જ કરાર કરેલા છે. એ જ કરારો અમલમાં રહેશે. તેઓએ અફઘાન સૈન્ય માટે યુએસ અને નાટોની પ્રતિબદ્ધતાની પ્રશંસા કરી હતી.

ગનીએ કહ્યું કે, આ કરારથી દેશમાં કાયમી શાંતિનો માર્ગ ખુલશે. દેશ માટે અફઘાન સૈન્યના બલિદાનની પ્રશંસા કરે છે. તેમજ શાંતિ સ્થાપિત કરવા માટે તેમની ભૂમિકા ઘણી મહત્વની રહેશે. અમેરિકા અને તાલિબાન વચ્ચેની સંધીમાં બધી વસ્તુઓ સ્થિતિ પરિસ્થિતિ પર આધારીત છે. અફઘાનિસ્તાનમાંથી વિદેશી સૈન્યને પાછી ખેચી લેવી તે તેના પર નિર્ભર છે કે, તાલીબાન તેમની પ્રતિબદ્ધતાઓને કેટલી પરિપૂર્ણ કરે છે.

આ પહેલા અમેરિકાએ એલાન કર્યું હતુ કે, તેઓ 14 મહિનાની અંદર તાલીબાની સાશીત અમેરિકાને પાછુ મેળવી લેશે. યુએસ-અફઘાનની ઘોષણા મુજબ યુએસનો 14 મહિનીની અંદર તમામ દળો પરત બોલાવાનો લક્ષ્યાંક છે.

અમેરિકાએ કહ્યું છે કે, અમેરિકા- તાલિબાન સમજૂતીની જાહેરાતના 135 દિવસની અંદર અફઘાનિસ્તાનમાં અમેરિકાના સૈન્ય દળોની સંખ્યાને ઘટાડીને 8,600 કરશે અને અન્ય પ્રતિબંદ્ધતાઓને અમલ કરશે. અલ-કાયદા, ISIS અને અન્ય આંતરરાષ્ટ્રીય આતંકવાદી જૂથો અથવા વ્યક્તિઓ દ્રારા અમેરિકા અથવા તેમના સહયોગી પર હુમલા કરવા માટેના પ્રયાસોને નિષ્ફળ બનાવવા માટે અમેરિકા અફઘાનિસ્તાનમાં લશ્કરી કાર્યવાહી ચાલુ રાખશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.