ETV Bharat / international

બાંગ્લાદેશમાં ભયાનક બોટ અકસ્માત, 30 લોકોના મોત - ઢાકા બોટ અકસ્માત

બાંગ્લાદેશમાં સોમવારે ભયાનક બોટ થયો હતો. આ અકસ્માતમાં આશરે 30 લોકોનાં મોત થયા હતા. સાથે જ હજી ઘણા લોકો લાપતા છે.

30-killed-in-bangladesh-boat-capsize
બાંગ્લાદેશમાં ભયાનક બોટ અકસ્માત, 30 લોકોના મોત
author img

By

Published : Jun 29, 2020, 6:12 PM IST

ઢાકાઃ બાંગ્લાદેશમાં સોમવારે ભયાનક બોટ અકસ્માતમાં ઓછામાં ઓછા 30 લોકોનાં મોત નીપજ્યાં હતાં. એવું કહેવામાં આવી રહ્યું છે કે, ઘણા લોકો હજુ ગુમ છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે, આ બોટ અકસ્માતમાં ઓછામાં ઓછા 30 યાત્રિકોના મોત નીપજ્યાં છે. તેમણે કહ્યું હતું કે, બુઢીગાંગા નદીમાં બોટ બીજી બોટ સાથે ટકરાઈ હતી, જેના કારણે આ અકસ્માત સર્જાયો હતો.

કુલ 100 લોકો બોટમાં સવાર હતા. મૃતકોમાં 6 મહિલાઓ અને 3 બાળકોનો સમાવેશ થાય છે. બાંગ્લાદેશની ઇનલેન્ડ વોટર ટ્રાન્સપોર્ટ ઓથોરિટી (બીઆઈડબ્લ્યુટીએ)ના વડા ગોલામ સાદિકે જણાવ્યું હતું કે, સવારે મુસાફરોથી ભરેલી બોટ બીજી બોટ સાથે ટકરાઈ હતી, જેના કારણે તે પાણીની અંદર ડૂબી ગઈ હતી.

બાંગ્લાદેશની એક ન્યૂઝ ચેનલે ફાયર સર્વિસ કંટ્રોલ રૂમના અધિકારી રોઝિના ઇસ્લામને જણાવ્યું છે કે, આ અકસ્માત ઢાકાના શ્યામબજાર પાસે સવારે 9.30 વાગ્યે થયો હતો.બીઆઈડબ્લ્યુટીએના ટ્રાન્સપોર્ટ ઇન્સ્પેક્ટરએ જણાવ્યું હતું કે, મુનશીગંજથી સદરઘાટ તરફ મોર્નિંગ બર્ડ નામની બોટ જઇ રહી હતી, ત્યારે તે ચાંદપુરથી આવી રહેલી મોયુર -2 નામની બોટ સાથે અથડાઇ હતી. આ ટક્કરમાં મોર્નિંગ બર્ડ નામની બોટ ડૂબી ગઈ હતી.

કેટલાક લોકોએ તરીને પોતાનો જીવ બચાવ્યો હતો, જ્યારે કેટલાકને બહાર કાઢવામાં આવ્યા હતા. વહીવટીતંત્રે કહ્યું, 'કેટલા લોકોનો બચાવ થયો છે અને કેટલા લોકો ગુમ થયા છે તે જાણી શકાયું નથી. રાહત કાર્ય હજુ પણ ચાલુ છે. નેવી, કોસ્ટ ગોર્ડ અને ફાયર સર્વિસની ટીમો તૈનાત કરવામાં આવી છે.'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.