ETV Bharat / international

ટ્રમ્પનો આરોપ, વિશ્વ આરોગ્ય સંગઠન ચીનના હાથની કઠપૂતળી છે

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોરોના મહામારીને લઇને સૌથી પહેલાં વિશ્વ આરોગ્ય સંગઠનની ભૂમિકાને ધ્યાનમાં રાખીને તેમને આપવામાં આવતાં ફન્ડિંગમાં રોક લગાવી છે. હવે ટ્રમ્પે કહ્યું કે, WHO ચીનની કઠપૂતળી છે.

ETV BHARAT
ટ્રમ્પનો આરોપ, વિશ્વ આરોગ્ય સંગઠન ચીનના હાથની કઠપુતળી છે
author img

By

Published : Apr 30, 2020, 4:12 PM IST

વોશિંગ્ટનઃ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે બુધવારે વિશ્વ આરોગ્ય સંગઠનને ચીનના હાથની કઠપીતળી ગણાવી અને કહ્યું કે, અમેરિકા પહેલાં WHO અંગે ટૂંક સમયમાં ભલામણ લઇને જશે અને ત્યારબાદ ચીન માટે પણ આવા પગલાં લેશે.

ટ્રમ્પે વ્હાઈટ હાઉસના પોતાના ઓવલ કાર્યાલયમાં પત્રકારોને કહ્યું કે, અમે ટૂંક સમયમાં એક ભલામણ લઇને જશું, પરંતુ અમે વિશ્વ આરોગ્ય સંગઠનથી ખુશ નથી.

ટ્રમ્પે કોરોના વાઇરસ ફેલાવામાં WHOની ભૂમિકાની તપાસ શરૂ કરી છે અને સંગઠન પર મહામારી દરમિયાન ચીનનો પક્ષ લેવાનો આરોપ લગાવ્યો છે. તપાસ શરૂ હોવાથી રાષ્ટ્રપતિ દ્વારા WHOને અમેરિકા તરફથી આપવામાં આવતી સહાય રોકી દેવામાં આવી છે.

આ તપાસ ચીનની ભૂમિકાને ધ્યાનમાં રાખશે અને એ પણ જાણશે કે કોરોના વાઇરસ ચીનના વુહાન શહેરમાં કેવી રીતે ફેલાયો હતો.

રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું કે, અમને નવી વાતો જાણવા મળી છે. શું તમે જાણો છો WHO ચીનની હાથની કઠપુતળી છે?

ટ્રમ્પે કહ્યું કે, અમેરિકા WHOને સરેરાસ 40-50 કરોડ અમેરિકી ડૉલરની સહાય કરે છે અને ચીન 3.8 કરોડ અમેરિકી ડૉલરની સહાય કરે છે. છતાં પણ WHO ચીન માટે કામગીરી કરતું જોવા મળે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.