ETV Bharat / international

Covid-19 પોઝિટિવ સગર્ભા મહિલાઓના પ્લસેન્ટાઝમાં ઈજા જોવા મળી - Chicago

યુએસની નોર્થવેસ્ટન યુનિવર્સીટીમાં હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં કોરોના વાયરસ પોઝિટિવ 16 સગર્ભા મહિલાઓના પ્લસેન્ટામાં ઈજાના પુરાવાઓ જોવા મળ્યા હતા. તેનો મતલબ એ છે કે જો કોઈ સગર્ભા મહિલાનો Covid-19 ટેસ્ટ પઝીટીવ આવે છે તો તેને કોઈ ખાસ પ્રકારની સારવારની જરૂર પડી શકે છે.

US study finds injuries in placentas of pregnant COVID-19 patients
Covid-19 પોઝિટિવ સગર્ભા મહિલાઓના પ્લસેન્ટાઝમાં ઈજા જોવા મળી
author img

By

Published : May 26, 2020, 12:02 AM IST

ન્યૂયોર્કઃ યુએસની નોર્થવેસ્ટન યુનિવર્સીટીમાં હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાં કોરોના વાયરસ પોઝીટીવ 16 સગર્ભા મહિલાઓના પ્લસેન્ટામાં ઈજાના પુરાવાઓ જોવા મળ્યા હતા. તેનો મતલબ એ છે કે જો કોઈ સગર્ભા મહિલાનો Covid-19 ટેસ્ટ પઝીટીવ આવે છે તો તેને કોઈ ખાસ પ્રકારની સારવારની જરૂર પડી શકે છે.

ન્યુયોર્ક: તાજેતરમાં યુએસમાં થયેલા એક અભ્યાસમાં 16 Covid-19 પોઝીટીવ સગર્ભા મહિલાઓના પ્લસેન્ટામાં ઈજાના પુરાવા જોવા મળ્યા હતા અને તેના કારણે જ Covid-19 પોઝીટીવ સગર્ભા મહિલાઓની સારવારની રીત બદલાઈ શકે છે. શિકાગોની નોર્થવેસ્ટન યુનિવર્સીટીમાં હાથ ધરવામાં આવેલો અભ્યાસ અમેરીકન જર્નલ ઓફ ક્લીનીકલ સાયકોલોજીમાં પ્રસીદ્ધ થયો હતો. આ અભ્યાસ અત્યાર સુધી Covid-19 સગર્ભા મહિલાઓના પ્લસેન્ટ્સ પર થયેલા અભ્યાસમાંનો સૌથી મોટો અભ્યાસ હતો.

આ 16 સગર્ભા મહિલાઓ પૈકી 15 સગર્ભાઓએ સ્વસ્થ બાળકોને જન્મ આપ્યો હતો, જ્યારે એક સગર્ભાને ગર્ભપાત થયો હતો. જો કે આ તમામ બાળકોમાંથી એક પણ બાળક વાયરસથી સંક્રમીત થયેલુ ન હતું. સંશોધકોનું કહેવુ હતુ કે આ સગર્ભાઓના પ્લસેન્ટ્સમાં ઈજાના નિશાન મળવા એ ખુબજ આશ્ચર્યજનક હતુ કારણકે આ બાળકો એક નોર્મલ પ્રેગ્નન્સીનો સમય પૂર્ણ થયા બાદ જન્મ્યા હતા.

તેનો મતલબ છે કે Covid-19થી સંક્રમીત થયેલી સગર્ભાની સારવાર સામાન્ય દર્દીઓની સરખામણીમાં અલગ રીતે કરવાની જરૂર છે. આ અભ્યાસના સહ-લેખક ડૉ. એમીલી મીલરે જણાવ્યુ હતુ કે, “કોઈ ભય ઉભો કરવાનો મારો ઈરાદો નથી પરંતુ આ પ્રકારના તારણો મને ચીંતીત જરૂર કરી રહ્યા છે.”

આ અહેવાલમાં જણાવ્યા પ્રમાણે, સગર્ભાઓના પ્લસેન્ટ્સની અસામાન્યતામાં લોહીની ગાંઠ અને અસામાન્ય રક્તવાહિનીઓનો સમાવેશ થાય છે. સંશોધકોએ જણાવ્યુ હતુ કે આ તારણો ચીંતાનુ કારણ એટલા માટે બની રહ્યા છે કે પ્લસેન્ટ્સ ગર્ભ માટે કુદરતી વેન્ટીલેટર્સનું કામ કરે છે.

Covid-19 પોઝીટીવ આવેલી 16 સગર્ભાઓ પૈકીની માત્ર ચાર મહિલાઓમાં જ પ્રસુતિ પહેલા લક્ષણો દેખાયા હતા અને તેમનુ પરીક્ષણ કરાતા તેઓના રીપોર્ટ પોઝીટીવ આવ્યા હતા જ્યારે અન્ય સગર્ભાઓના કિસ્સામાં જ્યારે તેઓ પ્રસુતિ માટે આવ્યા ત્યારે જ તેમના ટેસ્ટ કરવામાં આવ્યા અને તેઓ પોઝીટીવ જણાયા હતા જ્યારે પાંચ સગર્ભાઓને ક્યારેય કોઈ લક્ષણ દેખાયા ન હતા.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.