ન્યૂઝ ડેસ્કઃ વ્યક્તિગત અને પોસ્ટલ બેલેટ દ્વારા 9 કરોડથી વધુ મતદાન થઇ ગયું છે, ત્યારે 3 નવેમ્બરના રોજ, દાયકાઓમાં સૌથી વધુ મતદાનનું યુનાઇટેડ સ્ટેટ્સ સાક્ષી બનશે. પરંતુ આંતરરાષ્ટ્રીય કટોકટી જૂથ સહિતના અનેક સંગઠનો દ્વારા આગાહી કરવામાં આવેલી શેરી હિંસાના ડર સાથે, આ સૌથી વધુ ધ્રુવીકરણવાળી ચૂંટણીઓમાંની એક પણ છે.
અમેરિકા વોઈસ ઓફ વ્હાઇટ હાઉસ બ્યુરો ચીફ સ્ટીવન હર્મન કહે છે કે " ખાસ કરીને ડેમોક્રેટિક પાર્ટીના મતદારો અથવા અપક્ષો અથવા તો કેટલાક અગ્રણી રિપબ્લિકન જે જો બાયડેનને સમર્થન આપી રહ્યા છે તેમની વચ્ચે ભારે તણાવ અને અસ્વસ્થતા છે. સ્ટીવન હર્મન ઉમેરે છે કે. “દાખલા તરીકે, મિશિગન જેવા રાજ્યોમાં ચિંતાઓ છે કે લોકો બંદૂકો બતાવી કે પ્રદર્શિત કરી શકે છે અને તે એક ભયાનક છાપ ઉભી કરી શકે છે. પરંતુ ખરેખર એવા કોઈ સંકેત નથી પરંતુ લોકો મતદાન કરવાના ઉત્સાહમાં આવુ કરી રહ્યા છે. ખરેખર તો કોરોના વાઇરસના ભયે ખચકાટ પેદા કર્યો છે અને આ એક કારણ છે કે લોકો એ વહેલી તકે તેમનું બેલેટ મોકલ્યું છે.”
નિર્ણાયક મતદાનની આગળ, જ્યારે અહેવાલો મુજબ વ્હાઇટ હાઉસમાં પરિસારમાં ચડી ન શકાય તેવુ બનાવવા માટે વાડ ઉભી કરવામાં આવી રહી છે, ત્યારે વૉશિંગ્ટન ડીસીમાં પણ ખાનગી ઇમારતોએ પણ નુકસાન ન થાય તે માટે તકેદારીના પગલા લીધા છે. ડીસીથી વરિષ્ઠ જર્નાલિસ્ટ સ્મિતા શર્મા સાથે વાત કરતાં હર્મને ઉમેર્યું કે, “એવી ચિંતા છે કે આપણે કેટલીક ઘટનાઓ કદાચ મંગળવારે રાત્રે નહીં પરંતુ બુધવારે રાત્રે જોઇ શકીએ છીએ જ્યારે લોકો સમક્ષ શું થઈ રહ્યું છે તેનું સ્પષ્ટ ચિત્ર હોય. લોકો રસ્તાઓ પર ઉતરી શકે છે. પરિસ્થિતિને ખરાબ કરવા અને ઉશ્કેરવા માટે ફક્ત થોડા લોકો તેમની રીતે બહાર નિકળી શકે છે અને આ વર્ષે અગાઉના પ્રદર્શનોમાં જોવા મળ્યુ છે કે જેમાં ડાબેરીઓ અને જમણેરીઓ બન્ને હતા."
“વ્હાઇટ હાઉસની આજુબાજુ વૉશિંગ્ટન ડી.સી.ની શેરીઓમાં, આ વર્ષની શરૂઆતમાં પ્રદર્શનો દરમિયાન જે તોડફોડ થઇ તેવા નુકસાનથી બચવા, બારીઓની તોડફોડ અને આગજનીને રોકવા માટે ઘણા બધા હોર્ડિંગ્સ લગાવામાં આવ્યા છે. ઘણી સાવચેતી રાખવામાં આવી રહી છે. પરંતુ એવા સંકેત નથી કે આવનારા દિવસોમાં કોઇ પ્રકારના નાગરિક બળવો થાય પરંતુ જ્યાં પણ ઘટના બનશે તે પ્રકાશિત થશે, "હર્મને વધુમાં જણાવ્યું હતું કે ઘણું બધું ચૂંટણી પરિણામો અને ક્યાં કયો ઉમેદવાર કેટલા માર્જીનથી જીત છે તેના પર નિર્ભર છે.
ઘણા વર્ષોથી અમેરિકન ચૂંટણી અને રાજકારણની નજીકથી નજર રાખનારા હર્મને કહ્યું છે કે, “મતદાન કેટલું ચોક્ક્સ થયુ છે તેના પર પરિણામો નિર્ભર રહેશે. જો, જૉ બાયડેન પેન્સિલ્વેનીયા વિના 270 મતદાર કોલેજ મતો લેવામાં સમર્થ છે, તો મોટાભાગનું નાટક પૂરું થઈ ગયું છે. જો કે, રાષ્ટ્રપતિ ટ્રમ્પે સંકેત આપ્યા છે કે તેઓ પરિણામોને પડકારવા તાત્કાલિક કોર્ટ જઇ રહ્યા છે. તેમનું માનવું છે કે ચૂંટણીના દિવસે સાંજે પરિણામો આવવા જોઈએ. જો કે, અમેરિકન ચૂંટણી ઇતિહાસમાં મોટા ભાગના કિસ્સાઓને બાદ કરતાં આ એક અપવાદ રહ્યું છે, “યુ.એસ. સમયે 4 નવેમ્બરની સવાર સુધીમાં, ચૂંટણી પરિણામો અથવા સ્પષ્ટ અનુમાન, અપેક્ષિત છે, પરંતુ 2000માં જ્યોર્જ બુશ વિરુદ્ધ અલ ગોરની હરીફાઈ જેવી કાનૂની લડાઇમાં આગળ વધી શકે છે. જો કે, એસોસિએટેડ પ્રેસ જેવી સંસ્થાઓએ વિજેતાની શું ઘોષણા કરે છે તે જોવું રહ્યુ તે પછી મોટાભાગની અન્ય ન્યૂઝ ચેનલો દ્વારા જાહેરાત કરવામાં આવશે.
અત્યાર સુધી જોઇ તો બાયડેન રાષ્ટ્રીય મતદાનમાં નોંધપાત્ર સુસંગત લીડ ધરાવે છે જે ચૂંટણી અભિયાનના છેલ્લા કેટલાક દિવસોમાં એક અંક સુધી સંકુચિત થઈ ગઈ છે. પરંતુ મતદાન કરનારાઓ અને રાજકીય પંડિતો 2016ના સર્વેક્ષણની પડછાયાઓથી સાવધ છે જેમાં હિલેરી ક્લિન્ટન માટે જીતની આગાહી થઇ હતી. ઑદ્યોગિક મિડવેસ્ટના રાજ્યો સહિતના રાજ્યો, જ્યાંથી ટ્રમ્પે ચાર વર્ષ પહેલા ક્લિન્ટન વિરૂદ્ધ આશ્ચર્યજનક જીત મેળવવામાં સફળ રહ્યા હતા, તે આ વખતે પણ નિર્ણાયક બનશે. મતદાન પર પડદા પડે આવે તે પહેલાં બન્ને ઉમેદવારો વર્તમાનપ્રવાહની સાથે જોલા ખાતા રાજ્યો પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
હર્મન કહે છે “ રાષ્ટ્રીય મતદાનમાં બાયડેન 7 ટકાથી 4 આગળ છે કે કેમ, આ બધું ખરેખર થોડા રાજ્યોમાં પર સંકુચીત થઇ જાય છે અને ઉમેદવારો તેના પર પોતાનું ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. જો કે, ફ્લોરિડામાં ટ્રમ્પને જીત મેળવી પડશે અને જો ન જીતે તો બાયડેન માટે આ જીતનો માર્ગ છે. બન્ને પેન્સિલવેનિયાને એકદમ ચાવીરૂપ જુએ છે. સોમવારે રાષ્ટ્રપતિ મિશિગન રાજ્યમાં પાંચમાંથી બે વખત ઉપસ્થિત રહ્યા છે. જો કે, બાયડેન આ રાજ્યમાં આશરે 10 ટકા આગળ છે. તો શા માટે રાષ્ટ્રપતિ મિશિગન રાજ્ય પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યાં છે? કદાચ તેમની પાસે પોતાનું મતદાન છે જેમાં લીડને નરમ બતાવી રહી છે. પરંતુ આ તે રાજ્ય છે જે ચાર વર્ષ પહેલા ડોનાલ્ડ ટ્રમ્પની આશ્ચર્યજનક જીત માટે એકદમ ચાવીરૂપ હતું. કારણ કે, 2016ની ચૂંટણીઓમાં મતદાન પહેલા ધાએ હિલેરી ક્લિન્ટનને આગળ બાતવ્યા હતા,.