ETV Bharat / international

અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે બોલ્યા ડોનાલ્ડ ટ્રમ્પ, કહ્યું- આ સ્થિતિ માટે રાષ્ટ્રપતિ Joe Biden જવાબદાર - અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન

અફઘાનિસ્તાન (Afghanistan) દેશની સ્થિતિ કોઈનાથી છુપી નથી. તમામ લોકોને ખબર છે કે, તાલિબાનોએ અફઘાનિસ્તાન (Afghanistan) પર કબજો કરી લીધો છે. તાલિબાનોના આતંક અને કબજાને લઈને હવે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Former US President Donald Trump) નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, અફઘાનિસ્તાનની આ સ્થિતિ માટે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન (US President Joe Biden) જવાબદાર છે.

અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે બોલ્યા ડોનાલ્ડ ટ્રમ્પ, કહ્યું- આ સ્થિતિ માટે રાષ્ટ્રપતિ Joe Biden જવાબદાર

author img

By

Published : Aug 16, 2021, 9:29 AM IST

  • અફઘાનિસ્તાન (Afghanistan) પર તાલિબાનોના કબજા અંગે ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) આપ્યું નિવેદન
  • અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Former US President Donald Trump) કહ્યું, સમગ્ર સ્થિતિ માટે બાઈડન જવાબદાર
  • અમે તો ડોનાલ્ડ ટ્રમ્પની (Donald Trump) જ યોજનાને આગળ વધારીએ છીએઃ જો બાઈડન (Joe Biden)

ન્યૂઝ ડેસ્કઃ અફઘાનિસ્તાન (Afghanistan) દેશની સ્થિતિ કોઈનાથી છુપી નથી. તમામ લોકોને ખબર છે કે, તાલિબાનોએ અફઘાનિસ્તાન (Afghanistan) પર કબજો કરી લીધો છે. તાલિબાનોના આતંક અને કબજાને લઈને હવે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (Former US President Donald Trump) નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું હતું કે, અફઘાનિસ્તાનની આ સ્થિતિ માટે અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન (US President Joe Biden) જવાબદાર છે. તેમણે પૂછ્યું હતું કે, શું તમે મને યાદ કરો છો? એટલે કે ડોનાલ્ડ ટ્રમ્પે (Donald Trump) પોતાના નિવેદનથી એ બતાવવાનો પ્રયાસ કર્યો છે કે, જો તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ હોત તો અફઘાનિસ્તાનની સ્થિતિ આવી ન હોત.

આ પણ વાંચો- હૈતીમાં ભૂકંપના કારણે મત્યુઆંક 724 પર પહોંચ્યો, 2800 લોકો ઇજાગ્રસ્ત

ટ્રમ્પનું નિવેદન દુઃખદઃ બાઈડન

તાલિબાનોએ સમગ્ર અફઘાનિસ્તાન દેશ પર કબજો કરી લીધો છે. ત્યારે હવે અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અફઘાનિસ્તાનની સ્થિતિ અંગે પોતાની ચૂપ્પી તોડી છે. તેમણે કહ્યું હતું કે, અફઘાનિસ્તાનની વર્તમાન સ્થિતિ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનના કારણે છે. તો આ તરફ રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું હતું કે, તેઓ અફઘાનિસ્તાનમાં યુદ્ધ પૂર્ણ કરવા અને અમેરિકી સૈન્યને પરત બોલાવવાની ટ્રમ્પ તંત્રની યોજનાને જ આગળ વધારી રહ્યા છે. જોકે, ટ્રમ્પ તંત્રએ જ ફેબ્રુઆરી 2020માં તાલિબાનથી અમેરિકી સૈન્યને અફઘાનિસ્તાનથી હટવાની સમજૂતી કરી હતી. હવે ટ્રમ્પ જ આ સમગ્ર મામલાને દુઃખદ ગણાવે છે.

આ પણ વાંચો- અફઘાનિસ્તાનના રાષ્ટ્રપતિ ગનીએ દેશ છોડ્યું, કાબુલમાં અમેરિકન દૂતાવાસમાં પહોંચ્યા હેલિકોપ્ટર

અફઘાનીઓએ પોતાના દેશ માટે લડવું પડશેઃ બાઈડન

અમેરિકી મીડિયાએ પણ જો બાઈડનના અફઘાનિસ્તાનથી અમેરિકી સૈન્યને હટાવવાના નિર્ણયની ટીકા કરી છે. મીડિયાનો આરોપ છે કે, બાઈડનના આ પગલાએ અફઘાનિસ્તાનમાં વાસ્તવિક પ્રગતિ અને બાળકીઓના ભણતર પર પ્રતિબંધ લગાવ્યો છે. ત્યારે બાઈડને આ અંગે સ્પષ્ટતા કરી હતી કે, અમેરિકાએ 11 સપ્ટેમ્બર 2001 પછી અલકાયદાને હરાવવામાં સફળતા મેળવી હતી. આ સાથે જ તેમણે અહીં પર 3 લાખ અફઘાન સૈનિકોને તાલીમ આપી છે. તેમણે કહ્યું હતું કે, અફઘાનના લોકોએ પોતાના દેશ માટે લડવું પડશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.