- નડેલા સહિત નવ કંપનીઓના સીઇઓને મળશે નિર્વાચિત રાષ્ટ્રપતિ બાઇડન
- ઉદ્યોગપતિઓ સાથે દેશની અર્થવ્યવસ્થા પર ચર્ચા
- વિભિન્ન વિચારો હોવા છતાં અમે સમાન લક્ષ્ય
- કમલા હેરિસ પણ સામેલ થશે
વૉશિંગ્ટનઃ અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ જો બાઇડને દેશની અર્થવ્યવસ્થા પર ચર્ચા કરવા માટે જે નવ ઉદ્યોગપતિઓને આમંત્રિત કર્યા છે, તેમાં બે ભારતીય-અમેરિકી સીઇઓ- માઇક્રોસોફ્ટના સત્યા નડેલા અને જીએપીની સોનિયા સિંધલ સામેલ છે.
વિભિન્ન વિચારો હોવા છતાં અમે સમાન લક્ષ્ય
ડિજિટલ માધ્યમથી સોમવારે થનારી આ બેઠકમાં ઉપ રાષ્ટ્રપતિ પદ માટે નિર્વાચિત કમલા હેરિસ પણ સામેલ થશે. આ બેઠક પહેલા બાઇડનની સત્તા હસ્તાંતરણ ટીમે કહ્યું કે, 'તે (બાઇડન) ઉદ્યોગપતિઓને એક સાથે એક વિષય પર ચર્ચા કરવા માટે લાવી રહ્યા છે કે, કઇ રીતે વિભિન્ન વિચારો હોવા છતાં અમે સમાન લક્ષ્ય માટે મળીને કામ કરી શકીએ છીએ.'
વધુમાં જણાવીએ તો રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાયા બાદ બાઇડન પ્રથમવાર આ પ્રકારે બેઠકનું આયોજન કરશે અને ઉદ્યોગપતિઓ સાથે મળીને તેમના લક્ષ્યને જાણશે.