હૈદરાબાદ: કોરોના વાઈરસ રોગચાળોએ સમગ્ર વિશ્વમાં 29,94,958થી વધુ લોકોને તેના ભરડામાં લીધા છે. જ્યારે 2,06,997થી વધુ લોકોનો ભોગ લીધો છે. અત્યાર સુધીમાં કુલ 8,78,923થી વધુ લોકો સ્વસ્થ થયા છે.
ચીને રવિવાર સવારે આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાક દિવસોમાં કોરોના વાઈરસના નવા 11 વધુ કેસની સામે આવ્યા છે. સત્તાવાર ગણતરી મુજબ ચીનમાં 82,827 પોઝિટિવ કેસ નોંધાયા છે. જો કે, સતત 11માં દિવસે કોઈ મૃત્યુ નોંધાયું નથી.
20,000થી વધુ લોકોનાં મોત થયા હોય તેવા દેશમાં ઈટાલી, સ્પેન અને ફ્રાન્સ બાદ બ્રિટન ચોથો યુરોપિયન દેશ છે. યુનાઈટેડ સ્ટેટ્સમાં 50,000થી વધુ લોકો કોરોના વાઈરસના કારણે મૃત્યુ પામ્યા છે. અમેરિકાના ન્યુ યોર્કમાં સૌથી વધુ 22,275 લોકોના મોત થયા છે.જ્યારે 2,93,991 લોકોને કોરોના વાઈરસનો ચેપ લાગ્યો છે.
દેશ | ચેપગ્રસ્તની સંખ્યા | મૃત્યુની સંખ્યા |
---|---|---|
સ્પેન | 226,629 | 23,190 |
ઈટાલી | 197,675 | 26,644 |
ફ્રાંસ | 162,100 | 22,856 |
જર્મની | 157,770 | 5,976 |
બ્રિટન | 152,840 | 20,732 |
તુર્કી | 2,805 | 2805 |
રશિયા | 80,949 | 747 |
કેનેડા | 46,895 | 2,560 |
બ્રાઝિલ | 61,888 | 4,286 |
અમેરિકા | 9,28,619 | 52,459 |
કુલ | 29,94,958 | 2,69,097 |
કોરોના વાઈરસ ઉધરસ અથવા છીંકના કારણે માઈક્રોસ્કોપિક ડ્રોપ મારફતે ફેલાય છે. મોટાભાગના લોકોમાં કોરોના વાઈરસના હળવા અથવા મધ્યમ લક્ષણો જણાય છે. જેમાં તાવ અને ઉધરસ શરૂ થયા બાદ બેથી ત્રણ અઠવાડિયામાં સ્પષ્ટ થાય છે.
ખાસ કરીને વૃદ્ધ, વયસ્કો અને આરોગ્ય સમસ્યાઓવાળા લોકો માટે કોરોના વાઈરસ ન્યુમોનિયા કે ગંભીર બીમારીનું કારણ બની શકે છે. હવે કોરોના વાઈરસને હરાવી મોટી સંખ્યામાં લોકો સ્વસ્થ થઈ રહ્યા છે.