- USના પૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારે પાકિસ્તાનને કોઈપણ મદદ ન કરવા કહ્યું
- પાકિસ્તાનના PMને તેમની ટિપ્પણીઓ માટે જવાબદાર ઠેરવવા જોઇએ
- પાકિસ્તાન અત્યાર સુધી બંને હાથમાં લાડુ ખાતું હતું
વૉશિંગ્ટન: અમેરિકાના એક ભૂતપૂર્વ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (Former U.S. National Security Adviser)એ કહ્યું છે કે, પાકિસ્તાન (Pakistan) લાંબા સમયથી બંને હાથમાં લાડુ ખાઈ રહ્યું છે. તેમણે સાંસદોને સલાહ આપી છે કે હવે ઇસ્લામાબાદ (Islamabad)ને કોઈપણ પ્રકારની નવી મદદ ન આપવી જોઇએ.
ઇમરાન ખાનને તેમની ટિપ્પણીઓ માટે જવાબદાર ઠેરવવા જોઇએ
ટ્રમ્પ સરકાર દરમિયાન NSA રહેલા જનરલ (સેવાનિવૃત્ત) એચ.આર. મેકમાસ્ટરે (H. R. McMaster) અફઘાનિસ્તાન પર કૉંગ્રેસની શક્તિશાળી સમિતિની સમક્ષ જુબાની આપતા કહ્યું કે, અમેરિકાએ પાકિસ્તાનના વડાપ્રધાનને ઑગષ્ટમાં કાબુલ પર તાલિબાનના કબજા બાદ કરવામાં આવેલી તેમની કેટલીક ટિપ્પણીઓ માટે જવાબદાર ઠેરવવા જોઇએ.
તાલિબાન નાણાકીય મદદનો ઉપયોગ પોતાની તાકાત વધારવા માટે કરશે
તેમણે કહ્યું કે, એ વિચારવું પણ ભ્રમ છે કે તાલિબાન અથવા તાલિબાનના માધ્યમથી માનવીય ઉદ્દેશો માટે લેવામાં આવતા કોઇપણ નાણાનો ઉપયોગ તાલિબાન દ્વારા પોતાની શક્તિ મજબૂત કરવા તથા પહેલાથી પણ મોટો ખતરો બનાવવા માટે તરત કરવામાં આવશે. તેમણે એક પ્રશ્નના જવાબમાં કહ્યું કે, આ કારણે આપણે એવી સ્થિતિમાં છીએ, જ્યાં આપણે હકીકતમાં એક અસાધારણ મૂંઝવણનો સામનો કરી રહ્યા છીએ કે તાલિબાનને સશક્ત કર્યા વગર માનવીય સંકટને ઓછું કરવું આપણા માટે ઘણું મુશ્કેલ થવાનું છે.
પાકિસ્તાનને જરા પણ મદદ ન આપવી જોઇએ
મેકમાસ્ટરે કહ્યું કે, મને નથી લાગતું કે આપણે પાકિસ્તાનને બિલકુલ પણ મદદ આપવી જોઇએ. મને લાગે છે કે પાકિસ્તાને દરેક રીતે લાંબા સમયથી લાભ લીધો છે. મને લાગે છે કે પાકિસ્તાનનો સામનો આ વર્ષોમાં તેના વર્તન સાથે કરાવવો જોઇએ જે ખરેખર મોટા સ્તર પર આ પ્રકારના પગલાને સાચા સાબિત કરે છે. ટ્રમ્પના શાસનકાળમાં જ અમેરિકાએ પાકિસ્તાનને આપવામાં આવતી સંરક્ષણ મદદ પર પ્રતિબંધ લગાવ્યો હતો. બાઇડેન સરકારે હજુ સુધી આ સંરક્ષણ મદદ ફરી શરૂ નથી કરી.
માનવતા માટે ખતરો છે તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે એકલા પાડવા જોઇએ
પૂર્વ NSAએ કહ્યું કે, મને લાગે છે કે કાબુલ પર તાલિબાનના કબજા પર આવેલી તેમની ટિપ્પણીઓ માટે ઇમરાન ખાનને જવાબદાર ઠેરવવા જોઇએ. તેમણે કહ્યું કે, અફઘાન લોકોને બંધનમુક્ત કરી દેવામાં આવ્યા છે. આપણે કોઈપણ સ્થિતિમાં પાકિસ્તાનને એક પૈસો પણ કેમ મોકલીએ? મને લાગે છે કે હક્કાની નેટવર્ક, તાલિબાન અને લશ્કર-એ-તૈયબા જેવા સંગઠનો સહિત અન્ય જેહાદી આતંકવાદીઓ માટે તેમના સમર્થનના કારણે તેમને આંતરરાષ્ટ્રીય સ્તરે એકલા પાડવા જોઇએ, જેઓ માનવતા માટે ખતરો છે.
આ પણ વાંચો: Jammu and Kashmir: જમ્મુ-કાશ્મીરના ઇદગાહમાં આતંકવાદી હુમલો, બે શિક્ષકોની સ્કૂલમાં કરી હત્યા
આ પણ વાંચો: Earthquake In Pakistan : પાકિસ્તાનમાં 6.0ની તીવ્રતાનો ભૂકંપ, 15થી વધુના મોત