વોશિંગ્ટન: રાષ્ટ્રપતિ પદની ચૂંટણી પૂર્વે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ડેમોક્રેટિક ઉમેદવાર જો બાઈડેન વચ્ચેની બીજી ચર્ચાને સત્તાવાર રીતે રદ કરવામાં આવી છે.
રાષ્ટ્રપતિ પદના ઉમેદવારો વચ્ચે ચર્ચા પરના બિન-પક્ષ પંચે શુક્રવારે પુષ્ટિ આપી છે કે 15 ઓક્ટોબરે યોજાનારી બીજી પ્રેસિડેન્શિયલ ડિબેટ રદ કરવામાં આવશે. આ અગાઉ કમિશને જાહેરાત કરી હતી કે ટ્રમ્પ કોરોના વાયરસથી સંક્રમિત હોવાને કારણે આ ડિબેટ 'ડિજિટલ માધ્યમ' દ્વારા યોજવાનું નક્કી કરવામાં આવ્યું હતુ. જોકે હવે આ જાહેરાત પછીના એક દિવસ બાદ જ ડિબેટ રદ કરવામાં આવી છે.
ટ્રમ્પે ડિજિટલ માધ્યમથી ચર્ચા કરવાની ના પાડી હતી. આ પછી, બાઈડેને તે દિવસે સ્થાનિક ન્યુઝ ચેનલ સાથે ટાઉનહોલનું શેડ્યૂલ કરવાનું નક્કી કર્યું.
રાષ્ટ્રપતિના ચિકિત્સકે કહ્યું કે ટ્રમ્પને શનિવારથી જાહેર કાર્યક્રમોમાં ભાગ લેવાની મંજૂરી આપવામાં આવશે. ત્યારબાદ, ટ્રમ્પની ટીમે નિર્ધારિત મુજબ સામ-સામે ચર્ચા યોજવાની અપીલ કરી હતી, પરંતુ કમિશને સ્વાસ્થ્યની ચિંતા કરતાં કહ્યું કે તેણે સામ-સામેની જગ્યાએ ડિજિટલ દ્વારા ચર્ચા કરવાનો નિર્ણય ન બદલવા કહ્યું હતું.
હવે ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઈડન વચ્ચે બીજી પ્રેસિડેન્શિયલ ડિબેટ 22 ઓક્ટોબરે યોજાશે.