હૈદરાબાદ: બોલીવુડના સ્ટાર કપલ કેટરિના કૈફ અને વિકી કૌશલે આજથી બરાબર 1 વર્ષ પહેલા તારીખ 9 ડિસેમ્બર 2021ના રોજ રાજસ્થાનમાં શાહી શૈલીમાં 7 ફેરા લીધા હતા. કેટરિના કૈફ અને વિક્કી કૌશલે એકબીજાને તેમની પ્રથમ લગ્નની વર્ષગાંઠ (Katrina Kaif wishes wedding Anniversary) પર અભિનંદન આપ્યા હતા. આ દરમિયાન પોતપોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સુંદર તસવીર શેર કરી છે. વિક્કીએ લગ્નની વર્ષગાંઠ પર જોરદાર ભાંગડા પાડ્યા હતા. જેનો એક વીડિયો કેટરીનાએ શેર કર્યો (Vicky Kaushal video) હતો. હાલમાં તે હજી પણ તેના લગ્નની વર્ષગાંઠની ઉજવણીમાં વ્યસ્ત છે અને હવે વિક્કીનો વધુ એક ફની વીડિયો સામે આવ્યો છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="
">
વીડિયો કર્યો શેર: વિકીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે. વીડિયોમાં વિકી ચેસ બોર્ડ પર બાળપણની રમત રમતા જોવા મળે છે. તેમના ફેન્સ આ વીડિયો પર ઘણો પ્રેમ વરસાવી રહ્યા છે. આ વીડિયો શેર કરીને વિક્કીએ લખ્યું, 'બોર્ડ ગેમ.'
ડાન્સની 2 તસવીર શેર: અગાઉ પતિ વિકી કૌશલને તેમની પ્રથમ લગ્નની વર્ષગાંઠ પર અભિનંદન આપતા કેટરીના કૈફે લખ્યું હતું, 'મેરી રોશન કી કિરણ, હેપ્પી વન યર. પતિ વિક્કી કૌશલ માટે કરવામાં આવેલી આ પોસ્ટમાં કેટરિના કૈફે પતિ વિક્કી કૌશલના ડાન્સની 2 તસવીર અને એક શાનદાર વીડિયો શેર કર્યો છે. જેને જોઈને કેટરિના ખૂબ હસી રહી છે. ચાહકોએ આ ખાસ દિવસ માટે દંપતીને ખૂબ અભિનંદન આપ્યા છે.
કડક સુરક્ષામાં કર્યા લગ્ન: આ કપલના લગ્ન કડક સુરક્ષા વચ્ચે થયા હતા અને મીડિયાને પણ લગ્નમાં પ્રવેશવા દેવામાં આવ્યો ન હતો. સાથે જ લગ્નમાં આવનાર મહેમાનોને ફોન લાવવાની પણ મનાઈ ફરમાવવામાં આવી હતી. ડ્રોનની મદદથી ઉપરથી આ લગ્ન પર નજર રાખવામાં આવી હતી. આને બોલિવૂડના સૌથી વધુ સુરક્ષાવાળા લગ્ન માનવામાં આવે છે. હવે કેટરિના અને વિક્કીના લગ્નને 1 વર્ષ થઈ ગયું છે. આ સાથેે કપલ આ દિવસને દિલ ખોલીને એન્જોય કરી રહ્યું છે.
વર્કફ્રન્ટ: કેટરિના કૈફની ફિલ્મ 'મેરી ક્રિસમસ' આ મહિને ક્રિસમસના અવસર પર રિલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મમાં કેટરિના સાથે સાઉથ એક્ટર વિજય સેતુપતિ જોવા મળશે. વિક્કીની ફિલ્મ વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો અભિનેતાની ફિલ્મ 'ગોવિંદા નામ મેરા' આ મહિનાની તારીખ 16 તારીખે ડિઝની પ્લસ હોટ સ્ટાર પર રિલીઝ થશે. આ ફિલ્મમાં વિક્કીની સાથે ભૂમિ પેડનેકર અને કિયારા અડવાણી પણ હશે.