હૈદરાબાદ: મિશન: ઈમ્પોસિબલ ડેડ રેકનિંગ પાર્ટ વન આ ફિલ્મે ભારતીય બોક્સ ઓફિસ પર જબરદસ્ત અસર કરી છે. આ ફિલ્મના નિર્દેશક ક્રિસ્ટોફર મેકક્વેરી છે અને ટોમ ક્રૂઝ દ્વારા અભિનીત છે. આ ફિલ્મે તેના પ્રથમ શિનવારે રુપિયા 16 કરોડની કમાણી કરીને જબરદસ્ત સફળતા મેળવી છે. હાલનું કલેક્શન એ અત્યાર સુધીનું સૌથી વધુ છે. MI 7 ભારતમાં મજબૂત શરુઆત સાથે રુપિયા 2.3 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મે ભારતમાં 46.20 કરોડ રુપિયાની કમાણી કરીને ચાહકોને પ્રભાવિત કર્યા છે. ફિલ્મનું સારુ પ્રદર્શન મિશન ઈમ્પોસિબલને ઈન્ડિયા માર્કેટમાં વધુ મજબૂત બનાવે છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ફિલ્મની સ્ટાર કાસ્ટ: મિશન ઈમ્પોસિબલ ડેટ રેકનિંગ પાર્ટ વન દર્શકોને રોમાંચક સાહસ પર લઈ જાય છે. કારણ કે, એથન હેન્ટ એટલે કે ટોમ અને તેની IMF ટીમ એક જાસૂસી એજન્સી, જે ઈમ્પોસિબલ મિશન ફોર્સ તરીકે ઓળખાય છે. ક્રૂઝની સાથે ફિલ્મમાં રેબેકા ફર્ગ્યુસન, સિમોન, પેગ, હેલી એટવેલ, વેનેસા કિર્બી, હેનરી કેઝર્ની, પોમ ક્લેમેન્ટિફ, ઈસાઈ મોરાલેસ, શિયા વ્હીધમ, ગ્રેગ ટાર્ઝન ડેવિસ, કેરી એલ્વેસ, ફ્રેડરિક શ્મિટ, મેરિએલા ગેરીગા સહિતના કલાકારો સામેલ છે. આ સ્ટાર્સે પોતાના શાનદાર પ્રદર્શનથી દર્શકોને મોહિત કર્યા છે.
ભારતમાં બિઝનેસમાં વધારો: ઈન્ડસ્ટ્રી ટ્રેકર સેકનિલ્કના જણાવ્યા અનુસાર, MI 7 એ તમામ ભાષાઓમાં શનિવારે અંદાજે રુપિયા 16 કરોડની કમાણી કરી હતી. બોક્સ ઓફિસ પર ફિલ્મના પ્રદર્શનમાં નોંધપાત્ર ફાળો આપ્યો છે. આ પોતાની પ્રતિભા બતાવનાર ફિલ્મે શુક્રવારે રુપિયા 9.15 કરોડ અને ગુરુવારે રુપિયા 8. 75 કરોડ રુપિયાનું કેલક્શન કર્યું છે. MI 7 એ પોતાની કમાણીનો આંકડો સતત જાળવી રાખ્યો છે.
USમાં બિઝનેસમાં ઘટાડો: મિશન ઈમ્પોસિબલ ડેડ રકનિંગ પાર્ટ વન ભારતમાં સારું પ્રદર્શન કરવામાં સફળ રહી છે અને સતત તે આગળ વધતી રહી છે. જ્યારે યુએસ બોક્સ ઓફિસ પર ફિલ્મના પ્રદર્શનમાં થોડો ઘટાડો જોવા મળે છે. ફિલ્મે 5 દિવનના અંતે MI 7 US બોક્સ ઓફિસ પર 72 મિલિયન ડોલર છે. પરંતુ ભારતમાં આ ફિલ્મ ચાહકોમાં ખુબ જ નામના મેળવી રહી છે. ચાહકો આ ફિલ્મને લઈ ખુબ જ ઉત્સાહમાં છે.