ETV Bharat / entertainment

jawan box office collection day 12: 'જવાન'ની રફ્તાર બરકરાર, ટૂંક સમયમાં દુનિયાભરમાં વગાડશે ડંકો - જવાન વર્લ્ડવાઈડ કલેક્શન

બોલિવુડના બાદશાહ શાહરુખ ખાનની ફિલ્મ 'જવાન' તારીખ 7 સપ્ટેમ્બરના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. રિલીઝના પ્રથમ દિવસથી જ 'જવાને' બોકિસ ઓફિસ પર ધમાકેદાર કમાણી કરી હતી. એટલીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ 'જવાને' ફ્ક્ત એક સપ્તાહમાં 650 કરોડ રુપિયાનો આકડો પાર કરી લીધો હતો. હવે આ ફિલ્મ 750 કરોડની કમાણી તરફ આગળ વધી રહી છે.

શાહરુખ ખાનની ફિલ્મ જવાન બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે, જાણો કલેક્શનનો 12મો દિવસ

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 18, 2023, 12:30 PM IST

મુંબઈ: બોલિવુડ બાદશાહ શાહરુખ ખાનની ફિલ્મ 'જવાન' હવે દુનિયાભરમાં 750 કરોડની કમાણી તરફ આગળ વધી રહી છે. આ ફિલ્મની કમાણી કરવાની ગતિ સહેજ પણ ઓછી થઈ રહી હોય તેમ જણાતું નથી. 'જવાને' તારીખ 17 સપ્ટેમ્બર રવિવારે સ્થાનિક બોક્સ ઓફિસ પર 36 કરોડ રુપિયાની કમાણી કરી હતી. 'જવાન' તારીખ 7 સપ્ટેમ્બરના રોજ શાનદાર ઓપનિંગ સાથે રિલીઝ થઈ હતી. આ ફિલ્મમાં શાહરુખ ખાન અને નયનતારા મુખ્ય ભૂમિકામાં છે. સાઉથ નિર્દેશક એટલીની ફિલ્મ 'જવાન' હિન્દી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થઈ હતી.

ફિલ્મના 12માં દિવસનું કલેકશન: શાહરુખ ખાનની ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી થિયેટરોમાં જોરદાર કમાણી કરી રહી છે. આ ફિલ્મ હવે દુનિયાભરમાં 750 કરોડ રુપિયાની નજીક પહોંચી ગઈ છે. રવિવારે કિંગ ખાનની એક્શન ડ્રામા ફિલ્મ ભારતમાં 36 કરોડ રુપિયાની કમાણી કરવામાં સફળ રહી છે. જો આ જ ગતિથી ફિલ્મની કમાણી બોક્સ ઓફિસ પર ચાલુ રહેશે તો, 1000 કરોડનો આકડો સરળતાથી પાર કરી લેશે. ભારતમાં 12 દિવસનું કુલ કલેક્શન હવે લગભગ 477.28 કરોડ રુપિયા પર પહોંચી ગયું છે. તારીખ 17 સપ્ટેમ્બરના રોજ ફિલ્મે 45.32 ટકા ઓક્યુપેન્સી નોંધાવી છે.

'જવાન' ફિલ્મના કલાકારો: તમિલ ફિલ્મ નિર્માતા એટલી દ્વારા નર્દેશિત ફિલ્મ 'જવાન'માં દીપિકા પાદુકોણ સાથે નયનતારા, વિજય સેતુપતિ અને સંજય દત્ત સામેલ છે. આ ઉપરાંત સાન્યા મલ્હોત્રા, પ્રિયામણી, ગિરિજા ઓક, સંજીતા ભટ્ટાચાર્ય, લહર ખાન, આલિયા કુરેશી, રિદ્ધિ ડોગરા, સુનીલ ગ્રોવર અને મુકેશ છાબરા સામેલ છે. રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટની 'જવાન' ગૌરી ખાને પ્રોડ્યુસ કરી છે અને આ ફિલ્મ કોમર્શિયલ એન્ટરટેઈનર છે.

  1. Sangeeta Bijlani Relation: સલમાન ખાન મોડલ સંગીતા બિજલાની સાથે લગ્ન કરવા જઈ રહ્યો હતો, જાણો કેમ વાત અટકી ગઈ
  2. Ganesh Chaturthi 2023: સેલેબ્સ પોતાના અંદાજમાં ગણેશ ચતુર્થીની ઉજવણી કરી રહ્યા છે, જુઓ વીડિયો
  3. Asia Cup 2023 Final: એશિયા કપમાં બોલિંગનો જાદુ બતાવનાર મોહમ્મદ સિરાજને શ્રદ્ધા કપૂરનો પ્રશ્ન, જાણો શું કહ્યું ?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.