મુંબઈ: બોલિવુડના અભિનેતા રાજકુમાર રાવ અને અભિનેત્રી શ્રદ્ધા કપૂરની આગામી હોરર અને કોમેડી ફિલ્મ 'સ્રી 2'નું શૂટિંગ મંગળવારે શરુ કરી દીધું છે. રાજકુમારની આ ફિલ્મ 'સ્ત્રી'ની સિક્વલ છે. રાજકુમાર રાવે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડિયો શેર કર્યો છે અને સમાચારની માહીતી આપી છે. વીડિયો શેર કરીને રાજકુમાર રાવે કેપ્સનમાં લખ્યું છે કે, 'એક બાર ફીર ચંદેરી મેં ફૈલા આતંક. 'સ્ત્રી 2' ફિલ્મનું શૂટિંગ શરુ થઈ ગયું છે. આ રહી હે વો- ઓગસ્ટ 2024.' વીડિયો સંકેત આપે છે કે, આ ફિલ્મમાં બે ભૂત હોય શકે છે. કારણ કે, હિન્દીમાં 'સરકટે કા આતંક' લખવામાં આવ્યું છે.
સ્ત્રી 2નું શૂટિંગ શરુ: રાજકુમાર રાવની આગામી ફિલ્મ 'સ્ત્રી 2'માં તેમની સાથે શ્રદ્ધા કપૂર, પંકજ ત્રિપાઠી, અપરાશક્તિ ખુરાના અને અભિષેક બેનરજી મહત્ત્વની ભૂમિકામાં જોવા મળશે. આ ફિલ્મ સિનેમાઘરોમાં ઓગસ્ટ 2024માં રિલીઝ થશે. રાજકુમાર દ્વારા વીડિયો શેર કરતાની સાથે જ યુઝર્સોએ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરવાનું શરુ કરી દીધુ છે. એક યુઝરે લખ્યં છે કે, 'કાઆઆઆંત રાહ જુઓ મિત્ર', અન્ય યુઝર્સે લખ્યું છે કે, 'મોસ્ટ અવેટેડ મૂવી'. અન્ય યુઝર્સે 'OMG આ માટે ખુબ જ ઉત્સાહિત છું' લખ્યુ છે. જ્યારે અન્ય યુઝર્સે હાર્ટ અન ફાયર ઈમોજીસથી કોમેન્ટ બોક્સ છલકાવી દીધું છે.
'સ્ત્રી' સિક્વલની જાહેરાત: આગામી હોરર-કોમેડી ફિલ્મના નિર્માતાઓએ મુંબઈમાં એક ભવ્ય સમારોહમાં ફિલ્મની જાહેરાત કરી હતી. જ્યાં ફિલ્મ નિર્માતાઓએ 'સ્ત્રી'ની સિક્વલની જાહેરાતની તારીખ રિલીઝ કરવામાં માટે એક સ્કિટ તૈયાર કરી હતી. અમર કૌશિક દ્વારા નિર્દેશિત ફિલ્મ 'સ્ત્રી' વર્ષ 2018માં રિલીઝ કરવામાં આવી હતી અને તેમને બ્લોકબસ્ટર ઘોષિત કરવામાં આવી હતી. રાજકુમાર રાવ 'મિસ્ટર અને મિસિસ માહી'માં જોવા મળશે.