ETV Bharat / state

બોપલ સ્ટુડન્ટ હત્યા કેસ: આરોપી પોલીસકર્મીના 10 દિવસના રિમાન્ડ મંજૂર, પૂછપરછમાં શું નવા ખુલાસા થશે? - VIRENDRASINH PADHIYAR REMAND

કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કરતા હવે આગામી 25મી નવેમ્બરે બપોરે 3 વાગ્યા સુધી આરોપી પોલીસકર્મી વિરેન્દ્રસિંહ પઢેરીયા પોલીસ રિમાન્ડમાં રહેશે.

હત્યાની ઘટનાના રિકન્સ્ટ્રક્શન સમયની તસવીર
હત્યાની ઘટનાના રિકન્સ્ટ્રક્શન સમયની તસવીર (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 15, 2024, 5:51 PM IST

અમદાવાદ: 10 નવેમ્બરના રોજ બોપલ પોલીસ સ્ટેશનની હદમાં MBAના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની સમાન્ય બાબતમાં હત્યા કરી દેવામાં આવી હતી. વિદ્યાર્થીની હત્યા કરવાનો આરોપ અન્ય કોઈ નહીં પરંતુ સરખેજ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ પઢિયાર પર લાગ્યો હતો. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેને પંજાબમાંથી પકડી પાડવામાં આવ્યો હતો અને આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ ખાતે તેને રજૂ કરીને તેના 14 દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા. જોકે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ દ્વારા વિરેન્દ્ર પઢેરીયાના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે.

કોર્ટે 10 દિવસના રિમાન્ડ મંજૂર કરતા હવે આગામી 25મી નવેમ્બરે બપોરે 3 વાગ્યા સુધી આરોપી પોલીસકર્મી વિરેન્દ્રસિંહ પઢેરીયા પોલીસ રિમાન્ડમાં રહેશે.

10 દિવસના રિમાન્ડ દરમિયાન આ દિશામાં પૂછપરછ કરાશે
હવે 10 દિવસની પોલીસ રિમાન્ડ દરમિયાન પોલીસ દ્વારા વિરેન્દ્રસિંહ પઢેરીયાની પૂછપરછ કરવામાં આવશે. જેમાં આરોપી દ્વારા કયા હેતુથી આ કૃત્ય કરવામાં આવ્યું હતું? અન્ય કોઈ વ્યક્તિ તેની સાથે સંકળાયેલા હતા કે કેમ? આરોપીને પંજાબ ભાગવા માટે કોના-કોના દ્વારા મદદ કરવામાં આવી? બે વખત સસ્પેન્ડ થયા પછી પણ પોલીસ કર્મી કેમ ફરજ બજાવતો હતો? ઘટના વખતે તેના દ્વારા કોઈ કેફી પીણાંનું સેવન કરવામાં આવ્યું હતું કે કેમ? સહિતના પ્રશ્નોના જવાબ આ રિમાન્ડ દરમિયાન પોલીસ મેળવવાનો પ્રયાસ કરશે.

રિમાન્ડમાં થઈ શકે છે અનેક નવા ખુલાસા
10 દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસ અનેક મુદ્દાઓ પર વિરેન્દ્રસિંહ પઢેરીયાની પૂછપરછ કરશે. જેમાં સમગ્ર ઘટના વિશે માહિતી મેળવશે અને આ હત્યા કેવી રીતે? કયા પ્રયોજનથી? અને કેમ કરવામાં આવી હતી? તથા આરોપીનો જે ગુનાહિત ઇતિહાસ રહેલો છે તે બાબતે પણ પોલીસ તપાસ હાથ ધરશે. ત્યારે અનેક નવા ખુલાસા થઈ શકવાની શક્યતાઓ જોવા મળી રહી છે.

આરોપી પોલીસકર્મી ધરાવતો હતો ગુનાહિત ઇતિહાસ
આરોપી પોલીસકર્મી વિરેન્દ્રસિંહ પઢેરિયા પોતે ગુનાહિત ઇતિહાસ પણ ધરાવે છે. અગાઉ બે વખત તેને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યો છે. તેના પર બાવળામાં કોલ સેન્ટર ખોલી વિદેશી નાગરિકોને ટાર્ગેટ કરવાનો આરોપ છે. વર્ષ 2017માં વિરેન્દ્રસિંહ પઢેરિયાનું નામ કોલ સેન્ટર કેસમાં આવ્યું હતું. બાવળા-સાણંદ રોડ જલારામ મંદિર પાસે આવેલ સાંઈ ક્રિસ્ટલ કોમ્પલેક્સના પહેલા માળે દુકાન નં. એ-104થી એ-107માં તા. 1-3-2017ના રોજ રાત્રે રેડ કરી SOGએ સેટેલાઇટ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ રૂપસિંહ પઢેરીયા, એક યુવતી તથા બે સગીર સહિત કુલ 13 શખસને ઝડપ્યા હતા અને કુલ રૂપિયા 6,99,500નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

આ પણ વાંચો:

  1. પોરબંદરના દરિયામાંથી 700 કિલો ડ્રગ્સ ઝડપાયું, 8 ઇરાની નાગરિકોની પણ ધરપકડ
  2. રસ્તા અને જાહેર સ્થળો પર થૂંકતા લોકો પર AMC ની લાલ આંખ, હવે મેમો સીધો ઘરે આવશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.