જામનગર: રાજસ્થાનમાં આવેલા પુષ્કરમાં દર વર્ષે મેળાનું આયોજન કરવામાં આવતું હોય છે, જેમાં વિદેશીઓ પણ મોટી સંખ્યામાં આવતા હોય છે. જેમાં આ વર્ષે જામનગરના રૂસ્તમ નામના ઘોડાએ પ્રથમ સ્થાન મેળવીને જામનગરનું નામ રોશન કર્યું છે. આ મેળામાં કાઠીયાવાડી, મારવાડી, રાજસ્થાની સહિતની નસલના ઘોડાઓ આવતા હોય છે. જેમાં કાઠીયાવાડી રુસ્તમનો જલવો જોવા મળ્યો છે.
રાજસ્થાનમાં પુષ્કરના મેળામાં પ્રાણીઓની લે-વેચ થતી હોય છે. ફ્રાંસ, અમેરિકા, લંડન સહિત દેશભરમાંથી લોકો ખાસ આ પુષ્કરનો મેળો જોવા માટે આવે છે. પુષ્કરના ઇન્ટરનેશનલ ફેરમાં ગુજરાત ઉપરાંત પંજાબ, મહારાષ્ટ્ર, મઘ્યપ્રદેશ, કેરળ અને તમિલનાડુથી જુદી જુદી પ્રજાતિઓના ઘોડા આવે છે. ઉંટ, ગાય, બળદ અને અશ્વ આ મેળામાં આવે છે. આ મેળામાં દર વર્ષે અશ્વોની રેસ પણ યોજાતી હોય છે.
![રુસ્તમની તસવીર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15-11-2024/gj-jmr-01-roostam-10069-mansukh_14112024205633_1411f_1731597993_395.jpg)
ગત વર્ષે રાજસ્થાનમાં આયોજિત પુષ્કર મેળામાં કેસરિયા ઘોડાની કિંમત 10 કરોડ બોલાઈ હતી. જો કે માલિકે આ ઘોડાને વેચવાની ના પાડી દીધી હતી. તેના વછેરા રુસ્તમે આ વર્ષે પુષ્કર મેળામાં પ્રથમ સ્થાન મેળવ્યું હતું.
![રુસ્તમ પોતાની સુંદરતાને કારણે ખુબ જ ચર્ચામાં રહે છે](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/15-11-2024/gj-jmr-01-roostam-10069-mansukh_14112024205633_1411f_1731597993_417.jpg)
કોણ છે આ રુસ્તમના માલિક?
રુસ્તમના માલિક ચરણજીતસિંહ ધર્મેન્દ્રસિંહ મહેડુ જામનગરના લોઠિયા ગામમાં રહે છે. તેઓ એનર્જી પાવડરનું મેન્યુફેક્ચર તથા આયાત કરે છે. ચરણજીતસિંહ પાસે કેસરિયા સહિત 10થી 12 જેટલા અશ્વો છે. તેઓ છેલ્લા 12 વર્ષથી અશ્વોની બ્રિડિંગ પણ કરાવે છે. ચરણજીત સિંહનું કહેવું છે કે, રુસ્તમ પોતાની સુંદરતાને કારણે ખુબ જ ચર્ચામાં રહે છે. તેઓ અશ્વપ્રેમી હોવાથી અશ્વો માટે ખાસ ફાર્મહાઉસ પણ બનાવડાવ્યું છે.
આ પણ વાંચો: