ETV Bharat / state

ખ્યાતિકાંડ મામલે રાજકારણ ગરમાયું, હર્ષ સંઘવીની પ્રતિક્રિયા પર કોંગ્રેસ પ્રવક્તાના આકરા પ્રહારો - KHYATI HOSPITAL SCAM

અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ ચર્ચાનું કેન્દ્ર બની છે. દર્દીની પરવાનગી વગર તેમની એન્જિયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી કરી દેતા બે વ્યક્તિનું મૃત્યુ થયું હતું.

ખ્યાતિકાંડ મામલે રાજકારણ ગરમાયું
ખ્યાતિકાંડ મામલે રાજકારણ ગરમાયું (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 15, 2024, 5:54 PM IST

અમદાવાદ: છેલ્લા ત્રણ ચાર દિવસથી અમદાવાદ શહેરના એસજી હાઇવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલ ચર્ચાનું કેન્દ્ર બની છે. દર્દીની પરવાનગી વગર તેમની એન્જિયોગ્રાફી અને એન્જીયોપ્લાસ્ટી કરી દેવામાં આવી હતી અને તેમાંથી બે વ્યક્તિનું મૃત્યુ થયું હતું. આ સમગ્ર કાંડ માત્રને માત્ર PMJAY યોજના હેઠળ પૈસા પડાવવા માટે કરવામાં આવી રહ્યું હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આ મામલે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીની પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. તો બીજી તરફ હર્ષ સંઘવી પર કોંગ્રેસ પ્રવક્તા હેમાંગ રાવલ દ્વારા આકરા પ્રહાર કરવામાં આવ્યા છે. આમ ખ્યાતિ હોસ્પિટલના મામલે હવે રાજકારણ પર ગરમાયેલું જોવા મળી રહ્યું છે.

ફરિયાદમાં વધુ કલમો અને કડકમાં કડક કલમો ઉમેરવામાં આવી છે: ખ્યાતિ હોસ્પિટલના મામલે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંધવીએ પહેલી પ્રતિક્રિયા સામે આવી છે. જેમાં તેમના દ્વારા સમગ્ર ઘટનાને લઈને વાત કરવામાં આવી હતી કે "ઘટના સામે આવ્યા બાદ આરોગ્ય મંત્રીએ તાત્કાલિક તપાસના આદેશ આપ્યા હતા. જેમાં હાલ આરોગ્ય વિભાગની ફરિયાદના આધારે તપાસની કામગીરી ચાલુ છે. વધુમાં ફરિયાદમાં સૌથી વધુ કલમો અને કડકમાં કડક કલમો ઉમેરવામાં આવી છે."

ખ્યાતિકાંડ મામલે રાજકારણ ગરમાયું (Etv Bharat Gujarat)

"આરોગ્ય વિભાગ અને પોલીસ વિભાગે સંયુક્ત રીતે કામગીરી શરૂ કરી છે. હાલ આરોપીને કડકમાં કડક સજા આપવા પોલીસ વિભાગ કામ કરી રહ્યું છે. કોઇ પણ છટકબારી ન રહે તેને લઇ બંને વિભાગો કામગીરી કરી રહ્યા છે." - હર્ષ સંઘવી (રાજ્ય ગૃહમંત્રી)

તો બીજી તરફ ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા હેમાંગ રાવલ દ્વારા આ સમગ્ર મામલાને રહીને હર્ષ સંઘવીને ઘેરતા ભારતીય જનતા પાર્ટી તથા રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી પર આકરા પ્રહારો કરવામાં આવ્યા છે.

"ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીને જણાવવાનું કે તમે મેડિકલ માફિયાઓ સામે કડક કાયદાકીય પગલાની વાત કરીને માત્રને માત્ર જનતાને ગુમરાહ કરી રહ્યા છો." - હેમાંગ રાવલ (ગુજરાત કોંગ્રેસ પ્રવક્તા)

2022માં ખ્યાતિ હોસ્પિટલ વિરૂદ્ધ કોઈ કાર્યવાહી થઈ ન હતી: વધુમાં હેમાંગ રાવલે 2022માં બનેલી ઘટના વિશે વાત કરતા કહ્યું હતું કે,"જો હકીકતમાં કડક કાયદાકીય પગલા ભરાયા હોત તો 2022માં ખ્યાતિ હોસ્પિટલ સામે આ જ પ્રમાણે પોલીસ ફરિયાદ થઈ હતી. પરંતુ હજી પણ તે હોસ્પિટલ ચાલુ છે અને કોઈની સામે કોઈ પગલાં લેવાયા ન હતા.

હર્ષ સંઘવીની રેગ્યુલર તકિયા કલમ નહિ ચાલે - હેમાંગ રાવલ: હેમાંગ રાવલ હર્ષ સંઘવી પર આકરા પ્રહાર કરતા વધુમાં કહે છે કે "દર વખતની જેમ તમારી રેગ્યુલર તકિયા કલમ 'ચમર બંધીઓને છોડવામાં આવશે નહીં' તે જ પ્રમાણેની વાતો હવે નહીં ચાલે નક્કર પગલા લેવા પડશે."

  1. 40% બ્લોકેજને 80% બતાવી એન્જિયોપ્લાસ્ટી કરી નાખી, ખ્યાતિ હોસ્પિટલની તપાસમાં કયા કાંડ સામે આવ્યા?
  2. ખ્યાતિ હોસ્પિટલકાંડ, ડો. પ્રશાંત વજરાણીની ધરપકડ, જાણો અત્યાર સુધીમાં શું થયું

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.