મધ્યપ્રદેશ: ગુજરાતના પ્રખ્યાત સિંગર કિર્તીદાન ગઢવી હાલ મધ્યપ્રદેશમાં છત્તરપુર જિલ્લામાં બાગેશ્વર ધામ પહોંચ્યા છે. ધાર્મિક તિર્થ સ્થળ બાગેશ્વર ધામ સકરાના પિઠાધીશ ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીનો જન્મદિવસ છે. તેમના જન્મદિવસ પર કિર્તીદાન ગઢવી બાગેશ્વર ધામ ગયા હતા. કિર્તીદાન ગઢવીએ પોતાના સોશિયલ મીડિયા સ્ટોરી પર તસવીર અને વીડિયો શેર કર્યો છે.
કિર્તીદાન ગઢવી બાગેશ્વર ધામ: કિર્તીદાન ગઢવીએ પોતાના ઈન્સ્ટાગ્રામ સ્ટેટ્સ પર બાગેશ્વર ધામમાં દિરેન્દ્ર શાસ્ત્રી સાથેની મુલાકાત દરમિયનનો વીડિયો શેર કર્યો છે. આ સાથે બીજો એક વીડિયો શેર કર્યો હતો જેમાં તેઓએ ધીરેન્દ્ર શાસ્ત્રીના જન્મદિવસ પર 'બારા બાર દિન યે આયે' સોન્ગ ગાઈને જોરદાર મહેફિલ જમાવી હતી. કિર્દીદાન ગઢવીનો મધુર અવાજ સાંભળી રહેલા ધીરેન્દ્ર શાસ્ત્રી ખુબ જ ખુશ જોવા મળ્યા હતા. આ દરમિયાન કિર્તીદાને એરપોર્ટ પરની તસવીર પણ શેર કરી હતી.
ધીરેન્દ્ર શાસ્ત્રી વિશે: શાસ્ત્રીજીનો જન્મ તારીખ 4 જુલાઈના રોજ મધ્યપ્રદેશમાં છત્તરપુર જિલ્લામાં ગાડા ગામમાં થયો હતો. તેમના પિતાનું નામ રામા કૃપાલ ગર્ગ અને માતાનું નામ સરોજ ગર્ગ છે. શાસ્ત્રીના ગુરુ રામભદ્રાચાર્ય છે. ધીરેન્દ્ર શાસ્ત્રી એ બાગેશ્વર ધામ સરકારના પિઠાધીશ છે. બાગેશ્વર ધામમા તોઓ પ્રવચન કરતા હોય છે. શાસ્ત્રીજી રામચરિતમાનસ અને શિવ પુરાણનો પ્રચાર કરે છે.
કિર્તીદાન ગઢવી વિશે: કિર્તીદાન ગઢવી ગુજરાતના પ્રખ્યાત ગાયક કલાકારોમાંથી એક છે. કિર્તીદાન ગઢવી મધ્ય ગુજરાતના ખેડા જિલ્લાના વાલવોડના વતની છે. કિર્તીદાને સૌપ્રથમ ગાય સંરક્ષણ રેલીમાં ડેબ્યું કર્યું હતું. કિર્તીદાન ગઢવીએ TV શો MTV કોક સ્ટુડિયોમાં સચિન, તનિષ્કા અને રેખા ભારદ્વાજ સાથે 'લાડકી' ગીત ગાયું, ત્યારે તેઓ ખુબ જ ફેમસ થયાં હતાં. કિર્તીદાન ગઢવી લોક ડાયરો માટે જાણીતા છે. તેમનું પ્રખ્યાત સોન્ગ 'નગર મેં જોગા આયા' છે.