મુંબઈ: સ્વતંત્રતા દિસવ પર સની દેઓલની ફિલ્મે નવો રેકોર્ડ બનાવ્યો છે. અનિલ શર્માની આ ફિલ્મે ચાહકોના દિલમાં આગ લગાવી દીધી છે. 'ગદર 2' સિલ્વર સ્ક્રિન પર ધુમ મચાવી રહી છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખુબ જ ઝડપથી કમાણી કરી રહી છે. 15મી ઓગસ્ટે અમિષા પટેલની ફિલ્મે રેકોર્ડ તોડ્યા છે. સેકનીલ્કના જણાવ્યા અનુસાર 'ગદર 2' ભારતીય સિનેમાના ઈતિહાસમાં સ્વતંત્રતા દિવસની સૌથી મોટી ફિલ્મ બની ગઈ છે.
પાંચમાં દિવસનું બોક્સ ઓફિસ કલેકશન: ધમાકા સાથે શરુ થયેલા 'ગદર 2' બિઝનેસમાં સતત વૃદ્ધિ જોવા મળી રહી છે. રિપોર્ટસ અનુસાર, ફિલ્મના પાંચમાં દિવસના કેલક્શનમાં શરુઆતના દિવસના કલેક્શન કરતાં લગભગ 42 ટકાનો વધારો નોંધાયો છે. સ્વતંત્રતા દિસવની રજાના કારણે સિનેમાઘરોમાં દર્શકોની ભારે ભીડ જોવા મળી હતી. સની દેઓલ અને અમિષા પટેલની ફિલ્મને તેનો પુરો ફાયદો મળ્યો છે. રિલીઝ થયાને આજે પાંચમાં દિવસે 'ગદર 2'એ બોક્સ ઓફિસ પર આશરે 56.50 કરોડ રુપિયાની કમાણી કરી છે.
ગદર 2એ બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ: બોક્સ ઓફિસ વર્લ્ડવાઈડ અનુસાર, 'ગદર 2'એ રાષ્ટ્રીય રજા એટલે કે, સ્વતંત્રતા દિવસે અત્યાર સુધીનું શ્રેષ્ઠ પ્રદર્શન અને નેટ ઈન્ડિયા પર 230 કરોડનો આંકડો પાર કર્યો છે. આ ફિલ્મ ઓલ ટાઈમ બ્લોકબસ્ટર છે. પાંચ દિવસ પછી સ્થાનિક બોક્સ ઓફિસ પર 'ગદર 2'નું કુલ કલેક્શન 230.08 કરોડ રુપિયા થઈ ગયું છે. જ્યારે સ્વતંત્રતા દિવસનું કલેક્શન 'ગદર 2' માટે સૌથી મોટો દિવસ સાબિત થયો છે. શાહરુખ ખાનની બ્લોકબસ્ટર ફિલ્મ 'પઠાણ' પછી અત્યાર સુધીનું 'ગદર 2'નું સૌથી મોટું બોક્સ ઓફિસ કલેક્શન છે.