ETV Bharat / entertainment

Film Dhakad Trailer Release : કંગના રનૌતએ બોલ્ડ લુકમાં બતાવ્યો પોતાનો એક્શન અવતાર - Kangna Ranaut Film Dhakad

કંગના રનૌતની ફિલ્મ ધાકડનું (Film Dhakad Trailer Release) ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ટ્રેલરમાં કંગનાનું જોરદાર એક્શન જોવા મળી રહ્યું છે.

Film Dhakad Trailer Release : કંગના રનૌતએ બોલ્ડ લુકમાં પોતાનો બતાવ્યો એક્શન અવતાર

author img

By

Published : Apr 29, 2022, 6:10 PM IST

હૈદરાબાદ: બોલિવૂડની 'ક્વીન' કંગના રનૌતની એક્શન-થ્રિલર ફિલ્મ 'ધાકડ'નું (Film Dhakad Trailer Release) ટ્રેલર શુક્રવારે (29 એપ્રિલ) રિલીઝ કરવામાં આવ્યું છે. કંગનાએ માહિતી આપી હતી કે, ફિલ્મનું ટ્રેલર 29 એપ્રિલે રિલીઝ થશે. કંગનાના ફેન્સ ફિલ્મના ટ્રેલરની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ફિલ્મ 'ધાકડ' આ વર્ષે 20 મેના રોજ રીલિઝ થવા જઈ રહી છે. અગાઉ કંગનાએ ફિલ્મની રિલીઝને લઈને ચાહકો સાથે ઘણા પોસ્ટર શેર કર્યા હતા, ત્યારબાદ કંગનાના ચાહકો મૂંઝવણમાં હતા કે, આ ફિલ્મ ક્યારે રિલીઝ થશે.

  • " class="align-text-top noRightClick twitterSection" data="">

આ પણ વાંચો: અક્ષય કુમારે રામ સેતુનો ફર્સ્ટ લૂક કર્યો જાહેર, ફિલ્મમાં શું મળશે જોવા તેના પર એક નજર...

એક્શન-થ્રિલર ફિલ્મ 'ધાકડ' : ફિલ્મ 'ધાકડ'માં અર્જુન રામપાલ અને દિવ્યા દત્તા પણ મહત્વના રોલમાં હશે. આ ફિલ્મનું નિર્માણ 'સોહેલ મકલાઈ પ્રોડક્શન્સ' અને 'એસાયલમ ફિલ્મ્સ'ના બેનર હેઠળ કરવામાં આવ્યું છે. ફિલ્મ નિર્માતાઓએ જાન્યુઆરીમાં જાહેરાત કરી હતી કે, આ ફિલ્મ 1 ઓક્ટોબરે સિનેમાઘરોમાં રિલીઝ થશે, પરંતુ કોરોનાને કારણે તારીખો આગળ પાછળ ધકેલી દેવામાં આવી અને હવે ફિલ્મને રિલીઝ ડેટ મળી ગઈ છે.

આ પણ વાંચો: વિજય દેવેરાકોંડા સાથે શૂટિંગ સમયે અચાનક રડી પડી સામંથા

કંગના ફિલ્મો વિશે નવી માહિતી આપશે : આ પહેલા કંગનાએ ધાકડ ફિલ્મના તેના પાત્રની ઘણી તસવીરો શેર કરી હતી. 'ધાકડ' પહેલા કંગનાની ફિલ્મ 'થલાઈવી' રીલિઝ થઈ હતી, જે બોક્સ ઓફિસ પર ધમાકેદાર સાબિત થઈ હતી. આ સિવાય કંગના પાસે પિરિયડ ડ્રામા 'મણિકર્ણિકા રિટર્ન્સ ધ લિજેન્ડ ઓફ દીદ્દા' અને 'તેજસ' જેવી ફિલ્મો પણ છે. દિવંગત વડાપ્રધાન ઈન્દિરા ગાંધીના જીવન પર આધારિત 'ઈમરજન્સી'માં કંગના બીજી વખત ડિરેક્ટર તરીકે જોવા મળશે. કંગના ટૂંક સમયમાં આ ફિલ્મો વિશે નવી માહિતી આપશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.