હૈદરાબાદ: ગ્રેટા ગેર્વિગની લાઈવ એક્શન ડ્રામા ફિલ્મ 'બાર્બી' જેમાં માર્ગોટ રોબી અને રેયાન ગોસ્લિંગને આઈકોનિક બાર્બી અને કેન તરીકે દર્શાવવામાં આવ્યા છે. આ ફિલ્માના કલેક્શનમાં સોમવારે ઘટાડો થયો છે. ક્રિસ્ટોફર નોલનની બાયોપિક 'ઓપેનહેમર'ની સાથે 'બાર્બી' ફિલ્મ રિલીઝ થઈ હતી. આ બન્ને ફિલ્મ વચ્ચે ફ્કત ભારતમાં જ નહિં પરંતુ વિશ્વ સ્તરે બોક્સ ઓફિસ પર સ્પર્ધા ચાલી રહી છે. ભારતમાં ઓપેનહેમરે સારું પ્રદર્શન કર્યું છે.
બોક્સ ઓફિસ કલેક્શન: સેકનિલ્કના જણાવ્યા અનુસાર, ફિલ્મે ચોથા દિવસે લગભગ રુપિયા 2.5 કરોડ રુપિયાની કમાણી કરી હતી. 'બાર્બી'એ તેના પ્રથમ દિવસે 5 કરોડ રુપિયાની કમાણી કરીને સફળતા મેળવી હતી. આમ પ્રથમ દિવસની તુલનાએ ચોથા દિવસની કમાણી અડધી થઈ ગઈ છે. જ્યારે શનિવારે લગભગ 30 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. જેની કમાણઈ રુપિયા 6.5 કરોડ હતી અને રવિવારે રુપિયા 7.15 કરોડ સુધી પહોંચી હતી. જોકે, સોમવારે કલેક્શનમાં ઘટાડો જોવા મળ્યો હતો, જે 2.5 કરોડની કમાણી જોવા મળે છે. 'બાર્બી' ફિલ્મની ભારતમાં કુલ કામાણી 21.15 કરોડ રુપિયા થઈ ગઈ છે.
બાર્બી ફિલ્મ વિશે: 'બાર્બી' એ એક કોમેડી અને લાઈવ એકશન ફિલ્મ છે, જેનું નર્દેશન ગ્રેટા ગેર્વિગે કર્યું છે. આ ફિલ્મના સ્ટાર કાસ્ટની વાત કરીએ તો, માર્ગોટ રોબી, રાયન ગોસલિંગ, વિલ ફેરેલ, રિયા પર્લેમેન, અમેરિકા ફેરેરા, કેટ મેકકિનોન, ઈસા રાય સામેલ છે. આ ફિલ્મ હેયડે ફિલ્મ્સ, luckychap એન્ટરટેઈન્મેન્ટ, NB/GG પિકચર્સ અને મેટેલ ફિલ્મ્સ દ્વારા નિર્મિત છે. આ ફિલ્મ તારીખ 21 જુલાઈએ બોક્સ ઓફિસ પર રિલીઝ કરવામાં આવી હતી. આ ફિલ્મ વર્લ્ડવાઈડ બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે.
- " class="align-text-top noRightClick twitterSection" data="">