ETV Bharat / entertainment

ગુજરાતી ફિલ્મ જગતને વધુ એક ખોટ, મહાભારતના નંદ રસિક દવેનું નિધન

ફિલ્મ જગતમાંથી ખરાબ સમાચાર સામે આવ્યા છે. મહાભારતમાં “નંદ”ના પાત્ર માટે જાણીતા અભિનેતા રસિક દવેનું નિધન (Rasik Dave passes away) થયું છે, તેઓ એ 29 જુલાઈ 2022ની રાત્રે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા હતા.

ગુજરાતી ફિલ્મ જગતને વધુ એક ખોટ, મહાભારતના નંદ રસિક દવેનું નિધન
ગુજરાતી ફિલ્મ જગતને વધુ એક ખોટ, મહાભારતના નંદ રસિક દવેનું નિધન
author img

By

Published : Jul 30, 2022, 10:22 AM IST

હૈદરાબાદ: રસિક દવે (Rasik Dave news today મુંબઈની એક હોસ્પિટલમાં 2 વર્ષથી વધુ સમયથી ડાયાલિસિસ પર હતા. તેની બંને કિડની ફેલ થઈ ગઈ હતી. તે દર અઠવાડિયે બે થી ત્રણ વખત હોસ્પિટલમાં સારવાર માટે જતા હતા, પરંતુ છેલ્લા કેટલાક દિવસોથી તેમની તબિયત લથડી હતી અને તેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું (Rasik Dave passes away) હતું. તેમના અંતિમ સંસ્કા 30 જુલાઈ 2022ના રોજ કરવામાં આવ છે.

આ પણ વાંચો: બિલાસપુરમાં આ ફેન્સ સંજય દત્તને માને છે ભગવાન, જૂઓ અનોખા ફેન્સની કહાની

ઘણી હિન્દી સિરિયલો અને ફિલ્મોમાં: તેમણે અનેક ગુજરાતી નાટકો, ગુજરાતી ફિલ્મો અને ઘણી હિન્દી સિરિયલો અને ફિલ્મોમાં પણ કામ કર્યું છે. તેઓ અભિનેતાની સાથે સાથે એક ઉત્તમ દિગ્દર્શક અને નિર્માતા પણ હતા. તે જાણીતી અભિનેત્રી કેતકી દવેના પતિ છે.

રસિક દવે એ ઘણી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું: તેઓ અભિનેત્રી કેતકી જોશી (Ketaki Dave) સાથે લગ્ન કર્યા હતા અને તેમને એક પુત્રી પણ છે. રસિક દવે એ ઘણી ગુજરાતી ફિલ્મોમાં કામ કર્યું છે. તેમણે 1982માં ગુજરાતી ફિલ્મ પુત્ર વધુથી કેરિયરની શરુઆત કરી હતી તેઓ એ હિન્દી ફિલ્મોમાં પણ કામ કર્યુ છે. તેમણે ફિલ્મ 'માસુમ'થી બોલીવૂડમાં ડેબ્યું કર્યુ હતું. તેઓ છેલ્લે ટીવી સિરિયલ સંસ્કાર – ધરોહર અપનોં કીમાં દેખાયા હતા. જેમાં તેમણે કરસનદાસ ધનસુખલાલ વૈષ્ણવની ભૂમિકા નિભાવી હતી. આ શો કેશવગઢમાં રહેતા અને પરિવારના સભ્યોને એક કરવા માટે સમર્પિત એક આજ્ઞાકારી અને સંસ્કારી પુત્રની વાર્તા વર્ણવે છે.

1000 એપિસોડ પૂરા કરનાર પ્રથમ હિન્દી શો : આ પહેલા રસિક દવે સોની ટીવીના સૌથી લાંબા ચાલતા શો એક મહેલ હો સપનો કામાં જોવા મળ્યા હતા. આ શોને 1000 એપિસોડ પૂરા કરનાર પ્રથમ હિન્દી શો તરીકે ગણવામાં આવે છે. આ શોમાં તેમણે એકના એક પુત્ર તરીકે શેખરની ભૂમિકા ભજવી હતી. દૂરદર્શન પર પ્રસારિત થતી પ્રખ્યાત ટીવી ડિટેક્ટીવ શ્રેણી વ્યોમકેશ બક્ષીમાં પણ તે જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: સિદ્ધુ મુસેવાલાના પિતાએ કરાવ્ચું સિંગરનું ટેટુ, જૂઓ વાયરલ વીડિયો

તેમની પત્ની કેતકી દવે પણ જાણીતી અભિનેત્રી : ટીવી સિવાય, તેમણે 4 ટાઈમ્સ લકી (2012), સ્ટ્રેટ (2009), જયસુખ કાકા અને માસૂમ (1996) જેવી ઘણી હિન્દી ફિલ્મોમાં કામ કર્યું હતું. તે ઈશ્વર (1989) અને જૂઠી (1985)માં પણ જોવા મળ્યા હતા. તેમની પત્ની કેતકી દવે પણ જાણીતી અભિનેત્રી છે અને ક્યૂંકી સાસ ભી કભી બહુ થી અને હિન્દી ફિલ્મ કલ હો ના હોમાં સૈફની માતા તરીકેની ભૂમિકા માટે જાણીતી છે.બંને પ્રખ્યાત દંપતીને એક પુત્રી રિદ્ધિ દવે છે તે પણ એક અભિનેત્રી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.