નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશ પોલીસ ભોજપુરી અભિનેત્રી આકાંક્ષા દુબેના આત્મહત્યા કેસની તપાસ કરી રહી છે. આકાંક્ષાના સંબંધીઓ મહારાષ્ટ્રથી તેના મૃતદેહને લેવા સોમવારે વારાણસી પહોંચ્યા છે. આ દરમિયાન તેના પરિવારના સભ્યોએ આકાંક્ષાના બોયફ્રેન્ડ અને ભોજપુરી સિંગર સમર સિંહ અને તેના મોટા ભાઈ પર ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે. જાણો અભિનેત્રીની માતાએ કેવા લગાવ્યા આરોપ.
આ પણ વાંચો: Innocent Passed Away: સાઉથ એક્ટર 'ઇનોસેન્ટ'નું નિધન, ફિલ્મ કલાકારોએ વ્યક્ત કર્યો શોક
આકાંક્ષાને મારી નાખવાની ધમકી: આકાંક્ષા દુબેની માતા મધુ દુબેએ આ કેસમાં આરોપ લગાવ્યો છે કે, ''તારીખ 21 માર્ચે થયેલા વિવાદ બાદ સમર સિંહ અને તેનો પરિવાર તેને સતત હેરાન કરી રહ્યો હતો. સમર સિંહનો મોટો ભાઈ સંજય સિંહ ઘણા દિવસોથી આકાંક્ષાને મારી નાખવાની ધમકી આપી રહ્યો હતો. રવિવારે વારાણસીની એક હોટલમાંથી અભિનેત્રીનો શબ મળ્યો હતો. આકાંક્ષા ફિલ્મના શૂટિંગના સંબંધમાં ત્યાં રોકાઈ હતી.''
આકાંક્ષાને હેરાન કરી રહ્યો હતો: આકાંક્ષાની માતા મધુ દુબેએ જણાવ્યું કે, ''ભોજપુરી સિંગર સમર સિંહ આકાંક્ષાને સતત અનેક રીતે હેરાન કરી રહ્યો હતો. તે તેના પર માત્ર તેની સાથે જ ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાનું દબાણ કરી રહ્યો હતો. આમ કરવાનો ઇનકાર કરવા પર સમર સિંહ અને તેના પરિવારના સભ્યો અભિનેત્રીને સતત હેરાન કરી રહ્યા હતા. તાજેતરમાં જ્યારે આકાંક્ષાએ અન્ય સ્ટાર સાથે કામ કર્યું ત્યારે તેના બાકી પૈસા પણ આ લોકોએ અટકાવી દીધા હતા.
આ પણ વાંચો: Ram Charan Birthday: રામ ચરણના જન્મદિવસ પર તેમની બેસ્ટ ફિલ્મ પર એક નજર, જાણો અભિનેતાની કારકિર્દી
સારનાથ પોલીસ સ્ટેશનમાં FIR: માતા મધુ દુબેએ કહ્યું, ''અમે ગાયક સમર સિંહ અને તેના ભાઈ સંજય સિંહ વિરુદ્ધ સારનાથમાં અમારી દીકરીની હત્યાનો કેસ નોંધ્યો છે. તેણે આક્ષેપ કર્યો હતો કે મારી પુત્રીએ આત્મહત્યા કરી નથી. સમર સિંહ અને સંજય સિંહે મારી દીકરીની હત્યા કરી છે.'' મધુ દુબેએ પૂછ્યું કે, ''જે હાલતમાં તેનો મૃતદેહ હોટલમાંથી મળ્યો તેમાં શું કોઈ આત્મહત્યા કરે છે ? કોઈ વ્યક્તિ બેસીને આત્મહત્યા કેવી રીતે કરી શકે ? આ પછી જ્યારે મારી પુત્રી રાત્રે પાર્ટીમાંથી ખુશીથી આવે છે, તો તે આત્મહત્યા કેવી રીતે કરી શકે. અમને ન્યાય જોઈએ છે.''