નવી દિલ્હી: નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે 69માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિતરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યાં સિનેમા જગતના ફિલ્મો અને કલાકારોને અનેક કેટેગરીમાં એવોર્ડ આપવામાં આવ્યા હતા. આ સાથે ભારતીય સિનેમાને ઘણી હિટ ફિલ્મો આપનાર પીઢ અભિનેત્રી વહીદા રહેમાનને પ્રતિષ્ઠિત એવોર્ડ દાદાસાહેબ ફાળકે એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
-
Veteran actress Waheeda Rehman receives the prestigious Dadasaheb Phalke Lifetime Achievement Award for her outstanding contribution to Indian cinema🏆 #69thNationalFilmAwards #NationalFilmAwards pic.twitter.com/QUCfxpwcNC
— PIB India (@PIB_India) October 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">Veteran actress Waheeda Rehman receives the prestigious Dadasaheb Phalke Lifetime Achievement Award for her outstanding contribution to Indian cinema🏆 #69thNationalFilmAwards #NationalFilmAwards pic.twitter.com/QUCfxpwcNC
— PIB India (@PIB_India) October 17, 2023Veteran actress Waheeda Rehman receives the prestigious Dadasaheb Phalke Lifetime Achievement Award for her outstanding contribution to Indian cinema🏆 #69thNationalFilmAwards #NationalFilmAwards pic.twitter.com/QUCfxpwcNC
— PIB India (@PIB_India) October 17, 2023
69માં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર વિતરણ: પીઢ બોલિવૂડ અભિનેત્રી વહીદા રહેમાનને 69મા રાષ્ટ્રીય પુરસ્કારોમાં દાદાસાહેબ ફાળકે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. વહીદા રહેમાનને દિલ્હીના વિજ્ઞાન ભવનમાં એવોર્ડ આપીને ભારતીય સિનેમામાં આપેલા યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું.આ સાથે સ્ક્રીન પર તેમની સુપરહિટ ફિલ્મોની ઝલક બતાવવામાં આવી હતી. જ્યારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ફિલ્મો દ્વારા મહિલા સશક્તિકરણની વાત કરી હતી.
-
Iconic #WaheedaRehman,a true embodiment of #NariShakti, was honoured with the prestigious #DadasahebPhalkeAward for her timeless contributions to Indian cinema.
— Ministry of Information and Broadcasting (@MIB_India) October 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
A well-deserved recognition for an actress who continues to shine.#NationalFilmAward @rashtrapatibhvn @ianuragthakur… pic.twitter.com/1U7VNU98WM
">Iconic #WaheedaRehman,a true embodiment of #NariShakti, was honoured with the prestigious #DadasahebPhalkeAward for her timeless contributions to Indian cinema.
— Ministry of Information and Broadcasting (@MIB_India) October 17, 2023
A well-deserved recognition for an actress who continues to shine.#NationalFilmAward @rashtrapatibhvn @ianuragthakur… pic.twitter.com/1U7VNU98WMIconic #WaheedaRehman,a true embodiment of #NariShakti, was honoured with the prestigious #DadasahebPhalkeAward for her timeless contributions to Indian cinema.
— Ministry of Information and Broadcasting (@MIB_India) October 17, 2023
A well-deserved recognition for an actress who continues to shine.#NationalFilmAward @rashtrapatibhvn @ianuragthakur… pic.twitter.com/1U7VNU98WM
વહીદા રહેમાન લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ : પીઢ અભિનેત્રી વહીદા રહેમાનને ભારતીય સિનેમામાં તેમના યોગદાન બદલ દાદાસાહેબ ફાળકે લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ આપવામાં આવ્યો હતો. વહીદા રહેમાન આ પ્રતિષ્ઠિત એવોર્ડ મેળવનાર સિનેમા જગતની આઠમાં મહિલા કલાકાર છે. 1955થી શરૂ થયેલી વહીદા રહેમાનની ફિલ્મી સફર શાનદાર હતી જેમાં તેણે ભારતીય સિનેમા જગતને પ્યાસા, કાગઝ કે ફૂલ, ગાઈડ, ચૌધવીન કા ચાંદ, સાહેબ બીવી ઔર ગુલાબ, ખામોશી, કભી કભી, લમ્હે જેવી હિટ ફિલ્મો આપી હતી. હિન્દીની સાથે તેણે તેલુગુ, તમિલ અને બંગાળી ભાષાઓમાં પણ પોતાના અભિનયની છાપ છોડી છે.
-
LIVE: Ceremony of 69th #NationalFilmAwards @PIB_India @nfdcindia https://t.co/BL81fyRUsB
— Ministry of Information and Broadcasting (@MIB_India) October 17, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">LIVE: Ceremony of 69th #NationalFilmAwards @PIB_India @nfdcindia https://t.co/BL81fyRUsB
— Ministry of Information and Broadcasting (@MIB_India) October 17, 2023LIVE: Ceremony of 69th #NationalFilmAwards @PIB_India @nfdcindia https://t.co/BL81fyRUsB
— Ministry of Information and Broadcasting (@MIB_India) October 17, 2023
રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મહિલા સશક્તિકરણની વાત કરી : રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રીય પુરસ્કાર વિજેતાઓને અભિનંદન આપ્યાં હતાં. સાથે વહીદા રહેમાનને દાદા સાહેબ ફાળકે પુરસ્કાર મળવા પર પણ ખુશી વ્યક્ત કરતા કહ્યું હતું કે ' વહીદા રહેમાનને આજે દાદા સાહેબ ફાળકે પુરસ્કાર અર્પણ કરતાં હું ખૂબ જ ખુશ છું, તેઓ તેમની સાથે ફિલ્મ ઉદ્યોગના શિખર પર પહોંચ્યા છે. પોતાનું નામ સ્થાપિત કર્યું. અંગત જીવનમાં પણ તેમણે મૌલિકતા અને આત્મવિશ્વાસ જાળવી રાખ્યો હતો. જ્યાં સુધી મને ખબર છે, તેમણે ફિલ્મોમાં કામ કરવા માટે બીજું નામ રાખવાની ના પાડી દીધી હતી. તેમણે એવા ઘણા પાત્રો ભજવ્યાં જેણે મહિલાઓ સાથે જોડાયેલા અવરોધોને તોડી નાખ્યા. વહીદાજીએ મહિલા સશક્તિકરણ માટે એક દાખલો બેસાડ્યો છે. આજે, આલિયા ભટ્ટ, શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ મેળવનાર કૃતિ સેનન અને સહાયક ભૂમિકા માટે એવોર્ડ જીતનાર પલ્લવી જોશીએ પણ મજબૂત મહિલાઓની ભૂમિકાઓ ભજવી છે. ફિલ્મોમાં ભજવાતા આવા પાત્રો દ્વારા સમાજમાં મહિલાઓ પ્રત્યે સહાનુભૂતિ અને સન્માનમાં વધારો થાય છે.
- Varun Dhawan in jamnagar: નવરાત્રીના બીજા નોરતે બોલીવુડ સ્ટાર વરૂણ ધવન બન્યાં જામનગરના મહેમાન
- 69th National Film Award: 'છેલ્લો શો' ને રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહમાં શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ
- Khatron Ke Khiladi 13: રેપર અને સિંગર ડીનો જેમ્સે જીતી 'ખતરોં કે ખિલાડી 13'ની ટ્રોફી, જાણો શુું મળ્યું ઈનામ ?