મોરબી નજીકના મહેન્દ્રનગર ગામના બસ સ્ટેન્ડ પાસે દિવાલોમાં બેનર લગાવવામાં આવ્યા હતા. બેનરોમાં કોઈ પાર્ટીનું નામ લખવામાં આવ્યું નથી, પરંતુ બેનરોમાં જણાવાયું છે કે ભારતીય સેના પાસે એર સ્ટ્રાઈકના સબુત માંગતી પાર્ટીએ આ ગામમા મત માંગવા પ્રવેશવું નહિ, આ ગામમાં સેનાનું અપમાન કરતી પાર્ટીને મત આપવામાં આવશે નહિ અને નીચે લી. રાષ્ટ્રપ્રેમી મહેન્દ્રનગર ગ્રામજનો લખવામાં આવ્યું હતું. બેનરો કોણે લગાવ્યા તે હાલ ચર્ચાનો વિષય છે. જોકે આ બેનરો જેને લાગુ પડે છે તે રાજકીય પક્ષોના પરસેવા છૂટી જશે તે નક્કી છે.
ઉલ્લેખનીય છે કે, સર્જીકલ સ્ટ્રાઈક થઇ છે કે નહિ તે અંગે સવાલો ઉઠાવી રાજકીય પક્ષોએ દેશની સુરક્ષાના મુદા પર પણ હલકું રાજકારણ કર્યું હોય અને હવે ચૂંટણીનો સમય છે ત્યારે લોકશાહીના રાજા એવા મતદારો પણ રાજકીય પક્ષોને તેની ભુલ સમજાવવા મેદાને પડ્યા છે જેની શરૂઆત મહેન્દ્રનગર ગ્રામજનોએ કરી હતી.