વડોદરા વડોદરાના માંજલપુરમાં સિકલીગર ગેંગનો આતંક (Sikligar gang terror in Manjalpur) સતત વધી રહ્યો છે. દિવાળી સમયે આ ગેંગ દ્વારા એક પરિવાર સાથે મારામારી કર્યા બાદ ફરી એકવાર કાફેમાં જઈ મારામારી કરી હોવાનું સામે આવ્યું છે. સિકલીગર ગેંગના લોકો એક કાફેમાં જમવા ગયા હતા. જ્યાં જમવાના બિલ બાબતે કોઈ માથાકૂટ થતાં ગેંગના સભ્યોએ (Siklegar Gang fights with family) મારામારી કરી હતી.
સિકલીગર ગેંગનો આતંક સંસ્કારી નગરી વડોદરાના માંજલપુરમાં સિકલીગર ગેંગનો આતંક (Sikligar Gang Terror in Vadodara) દિવસેને દિવસે વધી રહ્યો છે. તાજેતરમાં સિકલીગર ગેંગના લોકો શહેરના એક રેસ્ટોરન્ટમાં જમવા ગયા હતા. ત્યાં જમવાના બિલ બાબતે બબાલ થતા ગેંગે મારામારી કરી હતી. આ સાથે ગેંગે રેસ્ટોરન્ટ બોમ્બથી ઉડાવવાની ધમકી પણ આપી હતી. આ સમગ્ર મારામારીની ઘટના CCTVમાં કેદ થઈ ગઈ હતી. જે બાદમાં રેસ્ટોરન્ટના સંચાલકે સિકલીગર ગેંગ સામે ફરિયાદ નોંધાવી હતી. જેને લઇ સ્થાનિક પોલીસે ફરિયાદના આધારે 3 આરોપીની ધરપકડ કરી છે.
ગેંગના 11 સભ્યોએ પરિવાર સાથે મારામારી કરી CCTVમાં સમગ્ર ઘટના કેદ થઈ અગાઉ પણ સિકલીગર ગેંગના સાગરીતોએ મારામારી કરી હતી. દિવાળીના દિવસે ગેંગે એક પરિવાર સાથે મારામારી કરી હતી. સિંધવાઈ માતા રોડ પર રિંકુ સિકલીગરએ ઘરમાં સળગતી દેશી હવાઈ છોડી હતી. જેથી પરિવારે એવું ન કરવાની ટકોર કરતાં ગેંગના 11 સભ્યોએ પરિવાર સાથે મારામારી (Vadodara Crime Case ) કરી હતી. જેમાં મહિલાને ઘરના ગેટ પાસે ધક્કો મારી પટકી અને ઘરના પુરુષ સભ્યો પર પણ હુમલો કર્યો હતો. આ ઘટના પણ CCTVમાં કેદ થઇ હતી. આ ઘટના બાબતે માંજલપુર પોલીસ મથકમાં એટ્રોસિટીના ગુનામાં (Crimes of Atrocity) અગાઉ ફરિયાદ નોંધાઇ હતી.
આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા આ અંગે માંજલપુર PI વી.આર.ખેરે જણાવ્યું હતું કે આ ત્રણે સિકલીગર ગેંગના આરોપીઓને મંજલપુર પોલીસે ઝડપી પડ્યા છે. આ આરોપીમાંથી બે આરોપી અગાઉ મકરપુરા પોલીસ મથકમાં (Manjalpur Police Station) અન્ય ગુનામાં પણ સંડોવાયેલા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. આ ત્રણે આરોપીને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.