ETV Bharat / city

પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીનો નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલીન, મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાને પાઠવી શ્રદ્ધાંજલિ

વડોદરા નજીક સોખડા ખાતે પરમ પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી (Hariprasad Swamiji) ના પાર્થિવ દેહના પાંચ દિવસ દરમિયાન અનેક ભાવિક ભક્તોએ દર્શન કર્યા બાદ રવિવારે પંચમહાભૂતમાં વિલિન થયો છે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યપ્રધાન (CM) વિજય રૂપાણી (Vijay Rupani) સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહી સ્વામીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

Gujarat News
Gujarat News
author img

By

Published : Aug 1, 2021, 10:02 PM IST

  • સોખડાના સંત હરિપ્રસાદ સ્વામીજીનો પાર્થિવ દેહ પંચમહાભૂતમાં વિલિન થયો
  • લાખો સંતો ભક્તો ચોધાર આંસુએ રડી પડ્યા
  • મુખ્યપ્રધાન, નાયબ મુખ્યપ્રધાન સહિત રાજ્યના શિક્ષણપ્રધાને પૂજ્ય સંત શ્રીને શ્રદ્ધાંજલિ પાઠવી
  • મંદિર પરિસરમાં સ્વામીજીના વિગ્રહને બિરાજીત કરી પાલખી યાત્રા યોજવામાં આવી

વડોદરા: હરિધામ સોખડા ખાતે મુખ્યપ્રધાન (CM) વિજય રૂપાણી (Vijay Rupani) એ હરિપ્રસાદ સ્વામીજી (Hariprasad Swamiji) ના પાર્થિવ દેહના દર્શન કરી પુષ્પાંજલિ અર્પણ કરી હતી. મુખ્યપ્રધાન વિજય રૂપાણી (Vijay Rupani), નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ હરિધામ સોખડા ખાતે યોગી ડિવાઇન સોસાયટીના પરમાધ્યક્ષ અને આત્મીય સમાજ આત્મીય યુનિવર્સિટીના પ્રણેતા બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજી (Hariprasad Swamiji) ના પાર્થિવ દેહના દર્શન કરી તેમના ચરણોમાં પુષ્પમાળા અર્પણ કરી હતી. મુખ્યપ્રધાન સ્વામીજીની અંતિમ સંસ્કાર વિધિમાં ઉપસ્થિત રહ્યા હતા.

પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજીનો નશ્વરદેહ પંચમહાભૂતમાં વિલીન

આ પણ વાંચો: બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજીના રાજકોટના શાસ્ત્રી સહિત પાંચ પંડિતો દ્વારા આજે અંતિમ સંસ્કાર

સ્વામીજીએ પરમધામ ગમન કર્યું પરંતુ એમના આશીર્વાદ સદાય સહુ પર વરસતા રહેશે: વિજય રૂપાણી

ગુજરાતની સાડા છ કરોડ જનતા વતી ગુરુવર્ય શ્રી હરિપ્રસાદ સ્વામીજી (Hariprasad Swamiji) ને શ્રદ્ધાંજલિ પાઠવતા મુખ્યપ્રધાન (CM) વિજય રૂપાણી (Vijay Rupani) એ જણાવ્યું હતું કે, સ્વામી સદેહે આપણી વચ્ચે નથી પરંતુ તેઓ સદાય આપણી વચ્ચે જ છે. સ્વામીજીના આશીર્વાદ કાયમ માટે દેશ પર ગુજરાત પર અને સૌ પર વરસતા રહેશે, એવી શ્રદ્ધા તેમણે વ્યક્ત કરી હતી. સામાજિક સમરસતા જાળવવામાં પણ સ્વામીજીનું બહુ મોટું યોગદાન હતું મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું. વધુમાં તેમણે ઉમેર્યુ કે, સ્વામીજી હંમેશા કહેતા કે આત્મીય બનો. આત્મીય ભાવથી તેમણે અનેક પરિવારો અને વ્યક્તિઓના સંબંધોમાં મધુરતા અને સુમેળ સાધી પરિવારો તૂટતા બચાવ્યા છે. આત્માથી આત્માનો ભાવ અનુભવે તો જ પરમાત્મા પ્રાપ્ત થાય છે. ગુજરાતનું ભલું થાય ગુજરાત સુખી-સંપન્ન બને તેની હંમેશા સ્વામીજી ચિંતા કરતા હતા. ગુજરાતને આજે તેમની મોટી ખોટ પડી છે. ગુજરાતે બહુ મોટા સંત પુરુષ ગુમાવ્યા છે. સ્વામીજીના ચરણોમાં વંદન કરી ગુજરાત તેમને કાયમ યાદ કરી તેમણે ચીંધેલા માર્ગે ચાલશે તેમ જણાવ્યું હતું.

આ પણ વાંચો: સોખડા હરિધામ મંદિર પરિસરમાં અક્ષરનિવાસી સંતશ્રીના નશ્વરદેહને દર્શનાર્થે મુકાયો

હરિભક્તોએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી ગુરુ હરિપ્રસાદ સ્વામીજીના અંતિમ દર્શન કરી ભાવાંજલિ આપી

વિજય રૂપાણીએ નિવેદન આપ્યું હતું કે, સ્વામીજી હંમેશા કહેતા કે દાસનો દાસ બનીને રહેવું. યુવાનો માટે પ્રેરણામૂર્તિ સમાન સ્વામીજી આજે આપણી વચ્ચે નથી પરંતુ તેમના વિચારો સમાજ સેવાના કાર્યો આપણી વચ્ચે છે. તેમણે ચીંધેલા માર્ગે આપણે ચાલીશું તો તેમને સેવેલાં સ્વપ્નો, આકાંક્ષાઓ ચોક્કસ પૂરી કરીશું એ જ એમને સાચી શ્રદ્ધાંજલિ છે. ગુજરાત પર જ્યારે જ્યારે આફત આવી ત્યારે તેઓએ હંમેશા નાગરિકોની મદદ કરી હતી. યુવાઓમાં વ્યસનમુક્તિ શિક્ષા પ્રણાલીના પ્રચાર-પ્રસાર સાથે આધ્યાત્મિકતા અને સમાજ માટે સમર્પિત થવાનો સેવાભાવ ઉજાગર કરવામાં પૂજ્ય હરિપ્રસાદ સ્વામીજી (Hariprasad Swamiji) એ આજીવન સેવામાં રહી આપેલું અમૂલ્ય યોગદાન સદાય અવિસ્મરણીય રહેશે. સ્વામીજીના દેહ વિલય અને પરમધામ ગમનથી લાખો શોકમગ્ન અનુયાયીઓના દુઃખમાં સહભાગી થતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સ્વામીશ્રીના આત્માની પરમ શાંતિની પ્રાર્થના પણ કરી હતી. આ પ્રસંગે હરિધામ સોખડાના સંતો, અનુપમ મિશન મોગરીના પૂજ્ય જશભાઈ સાહેબ દેશ-વિદેશના હરિભક્તોએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી ગુરુ હરિપ્રસાદ સ્વામીજીના અંતિમ દર્શન કરી ભાવાંજલિ આપી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.