વડોદરા : વડોદરા શહેરમાં રખડતા ઢોરની સમસ્યા યથાવત છે. તંત્ર દ્વારા રખડતા (VMC Stray Cattle Operation) ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવી રહી છે. પરંતુ, અમુક માથાભારે ગોપાલકોને કારણે કોર્પોરેશનની આ કામગીરી કારગત નિવડતી નથી તેવુ લાગી રહ્યુ છે. તેવો જ એક કિસ્સો ગોરવા વિસ્તારમાં બન્યો હતો. અહીંથી કોર્પોરેશન દ્વારા રખડતા ઢોરને પકડવાની કામગીરી કરવામાં આવી હતી. પરંતુ, અમુક માથાભારે ગોપાલક કોર્પોરેશને પકડેલી ગાય છોડાવી ગયા હતા. સાથે કર્મચારીઓ સાથે ઝપાઝપી કરી સરકારી વાહનને નુકસાન પહોંચાડ્યું હતું.
ગૌપાલકોએ મચાવ્યો હોબાળો - વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં ઢોર પકડવાની (Trapping of Stray Cattle) કામગીરી દરમિયાન પોલીસની હાજરીમાં ગોપાલકોએ હોબાળો મચાવ્યો હતો. કોર્પોરેશન દ્વારા પકડેલી ગાયને છોડાવી સરકારી વાહનને પણ નુકસાન પહોંચાડ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે. વડોદરા કોર્પોરેશનની ઢોર પાર્ટીમાં કોન્ટ્રાક્ટ બેઝ ઉપર નોકરી કરતા કર્મચારી અરુણ દેવરેએ નોંધાવેલી ફરિયાદ અનુસાર ગઈકાલે કોર્પોરેશન દ્વારા ગોરવા વિસ્તારમાં લોકોની સલામતી માટે રખડતા ઢોર પકડવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન નંદેશરી અને ગોરવા પોલીસ મથકનો સ્ટાફ બંદોબસ્તમાં હાજર હતો.
આ પણ વાંચો : ઢોરોના ત્રાસના પગલે વિરોધ દર્શાવવા આ નેતોઓ પણ બન્યા રખડતા ઢોર
ગોપાલકોએ ઝપાઝપી કરી - આ દરમિયાન ધરમપુરા ગામ પાસે રખડતી ગાય કોર્પોરેશનને પકડી હતી. તે સમયે એક્ટિવા (Vadodara Defiant Cowherds) સવાર બે ગોપાલકો ઘુસી આવ્યા હતા અને અમારી ગાયને છોડી દો તેમ કહી ઝપાઝપી કરી હતી. સાથે જ કેવી રીતે અહીંથી ગાયને લઈ જાવો છો તેમ કહ્યુ હતું. આ દરમિયાન બળજબરી કરી ગાયને છોડાવી ગયા હતા. તેમજ સરકારી વાહનને પણ નુકસાન પહોંચાડ્યું હતું. હાથમાં ડંડો લઇને આવેલા (Vadodara Municipal Corporation) ગોપાલકોએ સરકારી ગાડી પર તોડફોડ કરી હતી.
આ પણ વાંચો : રખડતા ઢોરના અડફેટે વૃદ્ધ, કપકપી ઉઠે તેવો વીડિયો...
માથાભારે ગોપાલકો - એક બાજુ રખડતા ઢોરથી અનેક બનાવો બની રહ્યા છે. અનેક લોકોના જીવ પણ ગયા છે. જ્યારે તંત્ર કામગીરી કરે ત્યારે અમુક માથાભારે ગોપાલકો દ્વારા આ પ્રકારની ઘટના બને છે તો સવાલ એ થાય છે કે જો આમ જ તંત્ર ઘૂંટણીયે (Video of Cows in Vadodara) બેસી થશે. તો પણ શહેરમાં રસ્તે રખડતાં ઢોરની સમસ્યા માંથી છૂટકારો મળવો મુશ્કેલી છે