વડોદરા: ગુજરાતની કલાનગરી વડોદરામાં આમ તો દરેક તહેવાર ધામધૂમથી ઉજવાય છે. પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શરૂ કરેલું હર ઘર તિરંગા અભિયાન (Har Ghar Tiranga Movement) વડોદરામાં પણ વેગ પકડી રહ્યું છે. જ્યાં ઘર કે કચેરીમાં લોકો તિરંગો (Indian national flag) લગાવી રહ્યા છે. આ તિરંગાથી ફૂટપાથ પરના વેપારીઓને પણ મોટો ફાયદો થયો છે. ફૂટપાથ પર તિરંગા, સ્ટીકર અને ટેગ વહેંચતા વેપારીઓમાં (Foothpath Vendor in Vadodara) પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે. તારીખ 13થી 15 હર ઘર તિરંગા અભિયાનમાં સૌ કોઈ જોડાઈ રહ્યા છે. આ માટે લોકો અત્યારથી તિરંગાની ખરીદી કરી રહ્યા છે.
આ પણ વાંચો: અરે વાહ, ગુજરાતના આ હેરિટેજ સાઈટ પર હવે મળશે 'ફ્રી એન્ટ્રી'
PMની અપીલ: વડોદરા શહેરના વિવિધ વિસ્તારોમાં ફૂટપાથ પર દેશનો તિરંગો લોકોને વહેંચી પોતાનું ગુજરાન ચલાવતા અનેક વેપારીઓ છે. જેઓ વર્ષોથી રાષ્ટ્રીય તહેવારમાં આ પ્રકારે અવનવા ફ્લેગ, ટેગ વહેંચી કમાણીમાંથી પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે.આ વર્ષે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હર ઘર તિરંગાની થીમ અંગે એલાન કર્યું હતું. જેનાથી ફૂટપટ પર અવનવા તિરંગોઓ વેચનાર વેપારીઓને પણ ખૂબ મોટો ફાયદો થઈ રહ્યો છે. તિરંગો ફૂટપાથ વેપારીઓ માટે પેટનો ખાડો પૂર્વ માટે સક્ષમ બની ગયો છે.
તે આ વર્ષે થયું: છેલ્લા આઠ વર્ષથી દેશ પ્રેમ અને રાષ્ટ્રીય પર્વ પર અવનવા ફ્લેગ, ટેગ, સ્ટીકર વહેંચનાર અબ્દુલભાઇ એ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાનના હર ઘર તિરંગાના અભિયાનમાં તમામ નાગરિકો સહભાગી થઈ રહ્યા છે. અમે આઠ વર્ષથી ફૂટપાથ પર તિરંગા વહેંચી ગુજરાન ચલાવી રહ્યા છે. પણ જે આઠ વર્ષમાં વેપાર નથી થયો તે આ વર્ષે થઈ રહ્યો છે.
આ પણ વાંચો: દેશની સૌથી મોટી બેન્ક SBIનને મોટું નુકસાન, નફામાં થયો કરોડોનો ઘટાડો
નો બાર્ગેનિંગ: હાલમાં ગત વર્ષ કરતા ખૂબ મોટી સંખ્યામાં ઝંડા,સ્ટીકર અને ટેગ વહેંચાઈ રહ્યા છે. લોકો પણ હાલમાં અબ્દુલભાઇ પાસેથી 10 રૂપિયાથી 400 રૂપિયા સુધીની અલગ સાઈઝ પ્રમાણે વસ્તુ ખરીદી રહ્યા છે અને આ આઝાદીના પર્વમાં કોઈ ભાવ તાલ કરતું નથી.