- રાજ્ય સરકારના પ્રધાન યોગેશ પટેલનું વિચિત્ર નિવેદન
- શિવજી કી સવારીમાં ઉમટેલી ભીડ મુદ્દે બોલ્યા પ્રધાન
- શિવજી કી સવારીમાં ઉડ્યા હતાં કોરોના નિયમોનાં ધજાગરા
વડોદરા: શિવરાત્રી નિમિત્તે શહેરમાં નિકળેલી શિવજી કી સવારીમાં 2 લાખથી વધુ જનમેદની એકઠી થઈ ગઈ હતી. હાલના સંજોગોમાં ભીડ એકઠી થવાને કારણે કોરોના સંક્રમણ વધે તેવી શક્યતાઓ છે. આ વાતને ખૂબ સારી રીતે સમજતાં પ્રધાન યોગેશ પટેલ આજે કોરોના વેક્સિન લેવા પહોંચી ગયાં હતાં. પ્રજાના સ્વાસ્થ્ય અંગે સ્હેજપ ણ ગંભીરતા નહીં દાખવનાર પ્રધાન યોગેશ પટેલે પોતાની તબિયતની કાળજી લઈ લીધી હતી.
આ પણ વાંચો: શિક્ષણ પ્રધાન વિભાવરીબેન દવેએ લીધી કોરોના વેક્સિન
નક્કર આયોજન વગર 'શિવજી કી સવારી' કાઢવામાં આવી
સરકારી તંત્રો દ્વારા એક તરફ કોરોના કેસમાં વધારો થઈ રહ્યો હોવા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. પુનઃ લોકડાઉન જેવી ગંભીર સ્થિતિનો સામનો કરવો પડશે કે કેમ? તેઓ પ્રશ્ન સામાન્ય પ્રજાજનોને ડરાવી રહ્યો છે. ત્યારે બીજી તરફ, પ્રધાન યોગેશ પટેલની આગેવાનીમાં કોઈપણ નક્કર આયોજન વગર ગઈકાલે શિવજી કી સવારી કાઢવામાં આવી હતી. જેમાં અંદાજે 3 લાખ લોકો જોડાયા હતાં. સવારીમાં ભારે ભીડ થવાને કારણે કોરોના સંક્રમણ વધશે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી. પ્રધાન યોગેશ પટેલે સંક્રમણ માટે ભગવાનને જવાબદાર ગણાવ્યા હતા.
આ પણ વાંચો: કૃષિપ્રધાન આર.સી.ફળદુએ કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો
પ્રધાન યોગેશ પટેલના બેજવાબદાર જવાબને લોકોએ કડક શબ્દોમાં વખોડ્યો
પ્રધાન યોગેશ પટેલના બેજવાબદાર જવાબને લોકોએ કડક શબ્દોમાં વખોડ્યો હતો. કોરોનાકાળમાં રાજ્યભરમાં ભીડ એકઠી થાય તેવા આયોજન કરનારા આયોજકો સામે પોલીસ તંત્ર દ્વારા એપેડેમિક એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી હતી.