વડોદરાઃ જિલ્લાના સાવલીની ICDS શાખાની આશાવર્કર અને આંગણવાડીની બહેનોએ સાવલી નગરના અલગ-અલગ વિસ્તારોમાં ફરી ગીત, સંગીત સાથે કોરોના સામેની રક્ષાત્મક પગલાં વિષય પર કોરોના વોરીયર્સ બની જનજાગૃતિ અભિયાન ચલાવ્યું છે.
સાવલી નગરપાલિકા અને સામાજિક કાર્યકર બહેનો સાથે જિલ્લા પંચાયત સંચાલિત ICDSના અધિકારી ધારાબેન જોષીની આગેવાનીમાં સાવલી નગરના અલગ-અલગ વિસ્તારોમાં ગીત સંગીત, બેનર, ગમ્મત સાથે જ્ઞાનની રીતે નગરજનોના કોરોના મહામારીના સમયે તેની સામે સાવચેતીના પગલાં સોશિયલ ડિસ્ટન્ટસિંગ, વારંવાર હાથ ધોવા, શાકભાજીની ખરીદ પદ્ધતિ જેવી બાબતોની જનજાગૃતિ સંદેશ પ્રેક્ટિકલ રીતે આપ્યો હતો.