ETV Bharat / city

ફાયર સેફટી અંગે બેજવાબદારી વર્તતા પાંચ કોમર્શિયલ કોપ્લેક્ષના વીજ કનેકશન કટ

author img

By

Published : Mar 9, 2021, 8:35 AM IST

ફાયર સેફ્ટી બાબતે લાપરવાહી ભારે પડી શકે છે. ત્યારે ફાયર સેફ્ટી અંગે બેજવાબદારી વર્તતા પાંચ કોમર્શિયલ કોપ્લેક્ષના ગત ગુરૂવારના રોજ સાંજના સમયે ફાયરબ્રિગેડની ટીમ દ્વારા વીજ કનેકશન કાપી નાખવામાં આવ્યા હતા.

ફાયર સેફટી અંગે બેજવાબદારી વર્તતા પાંચ કોમર્શિયલ કોપ્લેક્ષના વીજ કનેકશન કટ
ફાયર સેફટી અંગે બેજવાબદારી વર્તતા પાંચ કોમર્શિયલ કોપ્લેક્ષના વીજ કનેકશન કટ
  • ગત ગુરૂવારના રોજ ફાયરબ્રિગેડની ટીમ દ્વારા વીજ કનેકશન કાપી નાખવામાં આવ્યા
  • સયાજીગંજ સ્થિત 5 કોપ્લેક્ષના વીજ કનેકશન રદ
  • NOC ન લેનારા કોમર્શિયલ કોમ્પલેક્ષને નોટિસ, NOC લેવા તાકિદ
    NOC ન લેનારા કોમર્શિયલ કોમ્પલેક્ષને નોટિસ, NOC લેવા તાકિદ

વડોદરા: ફાયર સેફ્ટી બાબતે લાપરવાહી ભારે પડી શકે છે. ત્યારે ફાયર સેફ્ટી અંગે બેજવાબદારી વર્તતા પાંચ કોમર્સિયલ કોપ્લેક્ષના ગત ગુરૂવારના રોજ સાંજના સમયે ફાયરબ્રિગેડની ટીમ દ્વારા વીજ કનેકશન કાપી નાખવામાં આવ્યા હતા. આજે તંત્રએ સમગ્ર કાર્યવાહી આગળ ધપાવતા વધુ 3 કોમર્સિયલ કોમ્પલેક્ષના વિજ જોડાણ કાપી નાંખ્યા હતા.

અનેક કોમર્શિયલ કોમ્પલેક્ષે આગને કાબુમાં લેતા સાધનો વિકસાવ્યા નથી

શહેરમાં હાલ અનેક કોમર્સિયલ કોમ્પલેક્ષમાં ફાયર NOC નહીં હોવાથી ફાયર બ્રિગેડ વિભાગ દ્વારા ગત ગુરૂવારના રોજ સયાજીગંજ સ્થિત અલંકાર ટાવર અંતરીક્ષ કોમ્પલેક્ષ, રેસકોર્સ શ્રીરંગ ચેમ્બર્સ, અલકાપુરી વિન્ડસર પ્લાઝા અને ફતેગંજ બ્લ્યુ ડાયમંડના વિજ કનેકશન કાપી નાંખ્યા હતા. અગાઉ આ તમામ કોમર્સિયલ બિલ્ડીંગોને ફાયર NOC લેવાની તાકિદ કરાતા નોટિસ ફટકરાઈ હતી. પરંતુ શહેરના અનેક કોમર્શિયલ કોમ્પલેક્ષે આગને કાબુમાં લેતા સાધનો વિકસાવ્યા નથી.

આ પણ વાંચો: સુરત ફાયર વિભાગ દ્વારા 2 શોપિંગ કોમ્પલેક્સ સીલ કરવામાં આવ્યા

ફાયર NOC ન ધરાવતા વધુ ત્રણ કોમર્સિયલ કોમ્પલેક્ષ સીલ

જો કોઈ જગ્યાએ ઓચિંતી આગ લાગે છે ત્યારે તેને કાબુમાં લેવામાં સમયનો ઘણો વેડફાટ થઈ જાય છે જેથી જાનમાલની નુકસાની વધી જતી હોય છે. આ પરિસ્થિતીમાં ફાયર બ્રિગેડ દ્વારા વારંવાર સૂચના છતાં ફાયર NOC ન લેનારા કોમર્સિયલ કોમ્પલેક્ષને ફાયર NOC લેવાની તાકિદ કરવામાં આવી રહી છે. આ વચ્ચે ફાયર NOC ન ધરાવતા વધુ ત્રણ કોમર્સિયલ કોમ્પલેક્ષ સીલ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: સુરતની 604 હોસ્પિટલમાં ફાયર NOC જ નથી, ફાયર વિભાગે લિસ્ટ કર્યું જાહેર

અચાનક હાથ ધરાયેલી કાર્યવાહીથી અનેક વ્યવસાયકારોના ધંધા-રોજગાર અટકી ગયા

ચીફ ઓફીસર પાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, આગામી દિવસોમાં પણ ફાયર NOC ન લેનારા બિલ્ડીંગના ઈલેક્ટ્રીક જોડાણ બંધ કરવાની કાર્યવાહી યથાવત રીતે આગળ ધપાવવામાં આવશે. ફાયર બ્રિગેડ ડિપાર્ટમેટ દ્વારા અચાનક હાથ ધરાયેલી કાર્યવાહીથી અનેક વ્યવસાયકારોના ધંધા-રોજગાર અટકી ગયા હતા. જેથી બહોળી સંખ્યામાં વ્યવસાયકારો ફાયર બ્રિગેડ કચેરીએ દોડી આવ્યા હતા તેમજ ઓચિંતી તંત્ર દ્વારા થયેલી કાર્યવાહીથી નારાજગી વ્યકત કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.