વડોદરાઃ વડોદરામાં પાણીની પાઇપ લાઇનના રીપેરીંગ દરમિયાન પાલિકાની ઘોર બેદરકારીને કારણે પીવાના પાણીની લાઈનમાં ભંગાણ સર્જાતાં જાહેર માર્ગમાં પર પાણીનો વેડફાટ થયો હતો.
ભરઉનાળે પાલિકા દ્વારા વિતરણ કરવામાં આવતાં પીવાના પાણીમાં કાપ આપવાની કામગીરી તો થઈ રહી હતી. એવામાં પાણીની પાઇપ લાઇનના રીપેરીંગ દરમિયાન પાલિકાની ઘોર બેદરકારીને કારણે ભંગાણ સર્જાતાં જાહેર માર્ગમાં પાણીના ખાબોચિયા ભરાયા હતા.
આજે એટલે કે પૂર્વ વિસ્તારમાં વાઘોડિયા રોડ પર આવેલા પૂજા પાર્ક, હરિ ઓમ પાસે પાલિકા દ્વારા પાણીની લાઈનની રીપેરીંગ કામગીરી ચાલી રહી હતી.આ કામગીરી દરમિયાન રીપેરીંગ કરતાં કર્મીઓ દ્વારા બેદરકારી દાખવવામાં આવતાં પીવાની પાણીની લાઈનમાં ભંગાણ સર્જાયું હતું. ભંગાણને પગલે પીવાનું અસંખ્ય લીટર પાણી રોડ પર ફરી વળ્યું હતું.
એક તરફ પાલિકા દ્વારા ભર ઉનાળે પીવાના પાણીની વિતરણ વ્યવસ્થામાં પાંચ મિનિટથી લઈને પંદર મિનિટ સુધીનો કાપ શરૂ કર્યો છે. પીવાના પાણીની તંગી વચ્ચે આ પ્રકારના પાણીનો વેડફાટ સામે આવ્યા બાદ પાલિકાના અણઘડ વહીવટ છતો થયો છે.