ETV Bharat / city

લૂંટારુંઓની હિંમત તો જૂઓ, ભાજપ કોર્પોરેટરના ભાઈના ઘરમાં દંપતીને બંધક બનાવી 50 તોલા સોનાની કરી લૂંટ

વડોદરામાં તસ્કરોએ ભાજપના કોર્પોરેટરના (Vadodara BJP Corporator) ભાઈના ઘરમાં લૂંટ (Loot case Vadodara) મચાવી હતી. લૂંટારુંઓ ઘરમાં દંપતીને બંધક બનાવી 50 તોલા સોના સહિત રોકડની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા. તો પોલીસનો મોટો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.

લૂંટારુંઓની હિંમત તો જૂઓ, ભાજપ કોર્પોરેટરના ભાઈના ઘરમાં દંપતીને બંધક બનાવી 50 તોલા સોનાની કરી લૂંટ
લૂંટારુંઓની હિંમત તો જૂઓ, ભાજપ કોર્પોરેટરના ભાઈના ઘરમાં દંપતીને બંધક બનાવી 50 તોલા સોનાની કરી લૂંટ
author img

By

Published : Oct 8, 2022, 8:53 AM IST

Updated : Oct 8, 2022, 9:16 AM IST

વડોદરા શહેરના વાસણા વિસ્તારમાં દંપતીને બંધક બનાવી લૂંટની ઘટના સામે આવી (Loot case Vadodara) છે. લૂંટારૂંઓ બંદૂકની અણીએ ઘરમાંથી 50 તોલા સોનું સહિત રોકડ રકમ લઈ ફરાર થઈ ગયા હતા. જેમના ઘરમાં લૂંટ થઈ છે તેઓ ભાજપના કોર્પોરેટરનાં (Vadodara BJP Corporator) ભાઈ હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે સમી સાંજે ઘરમાં ઘૂસીને લૂંટ થતા પોલીસ (Vadodara Police) સામે અનેક પ્રશ્નો ઊભા થયા છે.

પોલીસનો મોટો કાફલો પહોંચ્યો ઘટનાસ્થળે વાસણા પેટ્રોલ પંપ સામે (vasna petrol pump) આવેલી એકમુદ્રા સોસાયટીમાં લૂંટની (Loot case Vadodara) ઘટના સામે આવી છે. બૂકાનીધારી લૂંટારૂઓએ રિવોલ્વર બતાવી અંદાજિત 50 તોલા સોના અને રોકડની લૂંટ ચલાવી હોવાની પ્રાથમિક વિગતો ફરિયાદી આપી રહ્યા છે. આ અંગે પોલીસને જાણ કરાતા ઉચ્ચ અધિકારીઓ સહિત પોલીસનો (Vadodara Police) મોટો કાફલો ઘટના સ્થળે પોહચ્યો હતો. હાલમાં ડીસીપી અભય સોની સહિત અધિકારીઓ ઘટના સ્થળ પોહચયા હતા સાથે એફ એસ એલ , ડોગ સ્કોડ , ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો હાલમાં તપાસમાં જોતરાઈ છે.

દંપતીને સેલોટેપ બાંધી બંધક બનાવ્યું

દંપતીને સેલોટેપ બાંધી બંધક બનાવ્યું આ ઘટનામાં દંપતીને સેલોટેપ દ્વારા બંધક બનાવી બંદૂકની અણીએ લૂંટ કરી લૂંટારૂં ફરાર થઈ ગયા હતા. આ અંગે ભાજપ કોર્પોરેટર (Vadodara BJP Corporator) સંગીતાબેને જણાવ્યું હતું કે, હું ગરબાના પ્રોગ્રામમાં આ સમાચાર માળતા જ દોડી આવી હતી. અહીં ભાઈ ભાભીને બંધક બનાવી લૂંટ ચલાવી છે. તો દિપકભાઈને કેટલાક ભાગમાં લૂંટારૂંઓ (Loot case Vadodara) દ્વારા માર મારવામાં આવ્યો છે. આ અંગે પોલીસ તપાસ કરી રહી છે અને નિવેદનો આધારે ફરિયાદ નોંધી રહી છે.

હાલમાં તાપસ ચાલુ છે આ ઘટના અંગે પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે, 3 બુકાનીધારી 8.30ની આસપાસ બાઇક પર બેસી દંપતીના ઘરમાં ઘૂસ્યા હતા. દંપતીને બંધક બનાવી લૂંટ ચલાવી ફરાર થઈ ગયા છે. આ ઘટનાની જાણ ગોત્રી પોલીસને (Gotri Police Station) થતા ઘટનાસ્થળે દોડી આવી સેલોટેપ વડે બંધક બનાવેલા બહેનને છોડાવ્યા હતા. હાલમાં પીસીબી, ડીસીબી તમામ ક્રાઇમની ટીમો સહિત ડોગસ્ક્વોડની મદદ વડે ફરાર લૂંટારૂંઓ પકડવા કામગીરી ચાલી રહી છે. આસપાસના સીસીટીવી ફૂટેજ એકત્ર કરવાની અને નિવેદન આધારે હાલમાં ફરિયાદની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

Last Updated : Oct 8, 2022, 9:16 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.