વડોદરા: વડોદરા શહેરમાં દર વર્ષે ખસીકરણ પાછળ લાખો રૂપિયા ખર્ચ (Dog castration by vmc)કરવા છતાં કુતરા કરડવાના કેસમાં દિવસને દિવસે વધારો (Increase in dog bite cases )જોવા મળી રહ્યો છે. વડોદરા મહાનગરપાલિકા (Vadodara Corporation) દ્વારા છેલ્લા 8 વર્ષમાં 6 કરોડથી વધુનો ખસીકરણ પાછળ ખર્ચ કરવા છતાં શહેરમાં રોજના 20થી વધુ લોકોને કુતરાઓના શિકાર બનવાના બનાવ બનs છે. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે જાન્યુઆરીથી જૂન સુધીમાં 3,000થી વધુ કેસ સામે આવ્યા છે. સૌથી વધુ એપ્રિલ માસમાં કુતરા કારડવાના બનાવો બનવા પામ્યા છે. બીજી તરફ છેલ્લા છ મહિનામાં 4,359 કુતરાઓનું ખસીકરણ થયું હોવાના પાલિક દ્વારા દાવા કરવામાં આવી રહ્યા છે.
રોજના 20થી વધુ ડોગ બાઈટ કેસ - વડોદરા મહાનગરપાલિકા (Vadodara Corporation) દ્વારા વર્ષ 2013-14માં શહેરમાં સ્ટ્રીટ ડોગની ગણતરી (Dog count up in Vadodara ) કરી હતી. જેમાં તે સમયે 44,000 જેટલા ટ્રીટ ડોગ હતા. જો કે ત્યારબાદ અત્યાર સુધી પાલિકાએ 6.36 કરોડનો ખર્ચ કરી 63,000 કુતરાઓનું ખસીકરણ (Dog castration by vmc)કરી ચૂક્યા છે. તેમ છતાં કુતરા કરડવાના બનાવમાં વધારો (Increase in dog bite cases )થાય છે.
આ પણ વાંચો- સુરતમાં કુતરાઓનો વધ્યો ત્રાસ, બાળકો સહીત 15 જેટલા લોકોને ભર્યા બચકાં
2021માં શહેરમાં કુતરા કરડવાના 7,000 થી વધુ બનાવો પાલિકાના ચોપડે (Increase in dog bite cases )નોંધાયા હતાં. જેમાં એક દિવસમાં 20થી વધુ લોકોને કુતરા કરડવાના બનાવ બનતા હોય છે. જ્યારે આ વર્ષે છેલ્લા પાંચ મહિનામાં રખડતા કૂતરાઓના કારણે 3000થી વધુ શહેરીજનો ભોગ બની ચૂક્યા છે. એટલે કે રોજના 20થી વધુ શહેરીજનો આ મુશ્કેલીનો ભોગ બનતાં રહે છે.
આ પણ વાંચોઃ Dog Bite case - રાજકોટ શહેરમાં ગત એક વર્ષમાં 9,829 શ્વાન કરડવાના કેસ નોંધાયા
જૂનમાં બનેલા બનાવ- ગત માસમાં 4 માસની બાળકીને માથાના ભાગે 15 ટાંકા આવ્યા હતાં.ગત માસમાં જ વડોદરા શહેરના વૈકુંઠ ફ્લેટમાં રહેતા એક પરિવારની 4 માસની બાળકી ઘોડિયામાં સુતેલી હતી ત્યારે કુતરાએ બચકાં ભરતા 15 ટાંકા આવ્યા હતાં. સાથે જ કુતરાના લીધે બાઇક સ્લીપ થતા એક યુવકને ફેક્ચર અને માતાને પણ ગંભીર ઇજાઓ થઈ હતી. ત્યારે વડોદરા શહેરમાં રખડતા ઢોર બાદ જે રીતે કુતરાનો આંતક છે (Increase in dog bite cases )તેને લઇને ચોક્કસથી કહી શકાય કે વડોદરા કોર્પોરેશન (Vadodara Corporation) તંત્ર ખૂબ જ નિષ્ફળ રહ્યું છે.
છેલ્લા આઠ વર્ષમાં ખસીકરણ અને ખર્ચ - 2015-16માં 4,402 કુતરાના ખસીકરણ માટે 41.37 લાખનો ખર્ચ બતાવાયો છે. એ જ રીતે 2016-17માં 14,474 કુતરાના ખસીકરણ માટે 137.05 લાખ, 2017-18માં 10,878 કુતરાના ખસીકરણ માટે 102.25 લાખ, 2018-19માં 10,908 કુતરાના ખસીકરણ માટે 108.52 લાખ, 2019-20માં 5,796 કુતરાના ખસીકરણ માટે 60.85 લાખ, 2020-21માં 7,240 કુતરાના ખસીકરણ માટે 76.02 લાખ, 2021-22માં 7,190 કુતરાના ખસીકરણ માટે 81.73 લાખ રુપિયા ખર્ચી દેવામાં આવ્યાંની માહિતી મળે છે. જ્યારેે 2022-23ના વર્ષ માટે 2,127 કુતરાના ખસીકરણ લક્ષ્યાંક સહિત 29.77નો ખર્ચ કરવામાં આવશે. આમ કુલ 63,015 કુતરાના રસીકરણ માટે 636.61 લાખ રુપિયાનો (Dog castration by vmc) ખર્ચ થયો છે.