ETV Bharat / city

વડોદરામાં કલેક્ટરે ફ્લેગ માર્ચ યોજી લોકડાઉનનું કર્યુ નિરીક્ષણ - કોરોના વાઈરસ ન્યૂઝ વડોદરા

લોકાડઉન દરમિયાન અનેક લોકો બહાર નિકળી રહ્યાં છે અને લોકાડઉનનો ભંગ કરી રહ્યાં છે. એવામાં વડોદરા જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે કરજણ નગરમાં ફ્લેગ માર્ચ યોજીને લોકાડાઉનનું પાલન થાય છે કે નહી તે તપાસ માટે નિકળ્યાં હતા.

Etv Bharat
vadodara
author img

By

Published : Apr 23, 2020, 10:52 PM IST

વડોદરાઃ વડોદરા જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે કરજણ નગરમાં ફ્લેગ માર્ચ યોજીને લોકડાઉનના પાલનનું રેન્જ પોલીસ વડા અભયસિંહ ચુડાસમા અને વડોદરા જિલ્લા પોલીસ અધિક્ષક સુધીર દેસાઈ સાથે નિરીક્ષણ કર્યું હતું. આ માર્ચ દરમિયાન લોકોને ઘરમાં જ રહેવા, સુરક્ષિત રહેવા અને તમામ સાવચેતી અને તકેદારીઓનું પાલન કરીને કોરોનાને ફેલાતો અટકાવવામાં યોગદાન આપવા જાહેર પ્રસારણ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો હતો.

વડોદરા
આ અંગે જિલ્લા પોલીસ વડા સુધીર દેસાઈએ જણાવ્યું હતું કે, કરજણ નગર અને તાલુકામાં લોકડાઉનનું અસરકારક પાલન થઈ રહ્યુ છે. હાલમાં ગાઈડ લાઇન પ્રમાણે લોકડાઉનનું પાલન કરાવવામાં આવી રહ્યું છે અને લોકોનો સહયોગ મળ્યો છે. લોકોને માસ્ક પહેરવા અને અનિવાર્ય સંજોગો હોય તો જ પરવાનગી સાથે બહાર નીકળવા અને બહાર નીકળો ત્યારે સોશિયલ ડિસ્ટન્સ જાળવવાની કાળજી લેવા અને સાબુથી હાથ ધોવા, સેનિટાઇઝર વાપરવા સહિતની તકેદારીઓ પાળવા સમજાવ્યું છે.

કોરોનામાં જે જાતે સુરક્ષિત અને ચેપ મુક્ત રહેવાની કાળજી રાખે એ પોતાના પરિવાર અને સમાજને સુરક્ષિત રાખી શકે એવી લાગણી વ્યક્ત કરતાં જિલ્લા કલેકટર શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, 'લોકડાઉન એટલે કે ઘરબંધીનું પાલન, શહેર જેટલું જ ગામડાઓ માટે પણ અગત્યનું છે. ફ્લેગ માર્ચ દરમિયાન કરજણ નગરમાં લોકડાઉનના પાલનની સમીક્ષા કરી છે અને તે અસરકારક જણાયું છે.'

આ સાથે તેમણે જિલ્લાના ગ્રામ વિસ્તારમાં લોકો કોરોના સામે પોતાની અને પરિવારની સલામતી માટે લોકડાઉનનું ચુસ્ત પાલન કરે, ઘરમાં જ રહે, સરકારની ગાઈડ લાઇન પ્રમાણેની તકેદારીઓ રાખે અને તંત્રને સહયોગ આપે એવો ખાસ અનુરોધ કર્યો છે. આ પ્રસંગે પ્રાંત અધિકારી, મામલતદાર અને વિભાગીય પોલીસ અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.