- કોંગ્રેસના ઉમેદવારોએ અધૂરા કામ પૂરા કરાવવાનો કર્યો વાયદો
- મકરપુરા ગામમાં દરેક સોસાયટીમાં કોંગ્રેસે જનસંપર્ક કર્યો
- કોંગ્રેસે ઢોલ નગારા સાથે લોકો સાથે જનસંપર્કની કરી શરૂઆત
વડોદરાઃ 21મી ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી છે. ત્યારે ચૂંટણી પ્રચાર માટેના અને જનસંપર્ક માટેના અંતિમ દિવસો ચાલી રહ્યા છે. કોંગ્રેસ હોય કે ભાજપ હોય પોતાના મતવિસ્તારમાં જનસંપર્ક કરી રહ્યા છે. કોંગ્રેસના વોર્ડ નંબર 19ના ઉમેદવાર લાલસિંહ ઠાકોર, ધર્મેન્દ્રસિંહ રાજપૂત, નયન રાઠવા, લક્ષ્મીરાજ, ઉમેદવારોએ પોતાના મતવિસ્તારમાં જઈ જનસંપર્ક કર્યો હતો.
મકરપુરા ગામમાં હનુમાનજીના મંદિરે દર્શન કરીને પોતાના મતવિસ્તારમાં જન સંપર્કનો પ્રારંભ કરાયો હતો. ઉમેદવારોની પેનલ સોસાયટીઓમાં જઈને ઢોલ-નગારા સાથે પ્રચાર કર્યો હતો. લાલસિંહ ઠાકોર અગાઉ પણ કોર્પોરેશનની ચૂંટણી લડી ચૂક્યા છે અને જીતી પણ ચૂક્યા છે. ઉમેદવારોએ પોતાના મતવિસ્તારમાં જન સંપર્ક કરીને લોકોની મુશ્કેલીઓ સાંભળી હતી અને તેઓ ચૂંટાઈને આવશે તો પોતાના મત વિસ્તારમાં જે કામો જ અટકી ગયેલા છે, જે કામો પણ પૂર્ણ કરાવશે.