- વડોદરા સોખડા હરિધામ ખાતે દિગ્ગજ નેતાઓ પહોંચ્યા
- સૌરભ પટેલ, વિપક્ષીનેતા પરેશ ધાનાણી અને હાર્દિક પટેલે હરિપ્રસાદ સ્વામીને શ્રદ્ધાંજલિ પાઠવી
- 1 લાખથી વધુ ભક્તોએ અંતિમ દર્શન કર્યા
વડોદરા: હરીધામ સોખડા મંદિરમાં સંત બ્રહ્મલીન હરિપ્રસાદ સ્વામીજી (Hariprasad Swamiji) ના નશ્વર દેહના અંતિમ દર્શન બુધવારથી ભકતો માટે મંદિર પ્રાંગણમાં જ ખુલ્લા મૂકાયાં હતાં. પહેલા દિવસે વડોદરા સહિત સાત જિલ્લામાંથી 1 લાખથી વધુ ભકતાએ સ્વામીજીના અંતિમ દર્શન કર્યા હતાં. હજારોની સંખ્યામાં હરિભકતો દર્શન માટે ઉમટી પડ્યાં હતાં. સોખડાના રોડ પર વાહનોની 5 કિ.મી. લાંબી લાઈનો જોવા મળી હતી. વરસાદથી બચવા અને આરામ કરવા માટે ડોમ બનાવવામાં આવ્યાં છે. દિવ્ય વિગ્રહના આરતી-થાળ સમયે સંતો- ભકતો ગદગદ થયા. શુક્રવારે ઉર્જા પ્રધાન (Minister of Energy) સૌરભ પટેલ, વિધાનસભાના વિપક્ષી નેતા (leader of opposition in legislative assembly) પરેશ ધનાણી અને કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ (Acting President of Congress) અને પાટીદાર નેતા હાર્દિક પટેલ સોખડા ખાતે આવી પહોચ્યા હતા અને પ.પૂ. હરિપ્રસાદ સ્વામીજીને શોકાંજલી સાથે ભાવાંજલિ અર્પણ કરી હતી.
આ પણ વાંચો : સોખડા હરિધામ મંદિર પરિસરમાં અક્ષરનિવાસી સંતશ્રીના નશ્વરદેહને દર્શનાર્થે મુકાયો
નવી પેઢીના નિર્માણ માટે સ્વામીજીએ અભૂતપૂર્વ કામગીરી કરી હતી : સૌરભ પટેલ
એક પરમ આત્મા અનંતમાં વિલિન થયાં હોય એવી અનુભૂતિ કરી રહ્યો છે. સૌરભ પટેલે જણાવ્યું હતું કે, એક નવી પેઢીના નિર્માણ માટે સ્વામીજીએ અભૂતપૂર્વ કામગીરી કરી હતી. સ્વામીજી માત્ર સંત જ નહીં પરંતુ ખુદ એક ઈન્સ્ટિટ્યુટ હતાં. તેઓ આજે આપણી વચ્ચે તેમના વિચારો, સંસ્કારો અને તેઓની સાથે જોડાયેલો હજારો-લાખો પરિવારોનો વારસો મૂકી ગયાં છે. સંઘના સરસંઘચાલક મોહન ભાગવત અને સરકાર્યવાહ દત્તાત્રેય હોસબાલેએ સ્વામીજીને પાઠવેલા શ્રદ્ઘાંજલિ સંદેશમાં જણાવ્યું હતું કે, સ્વામીજીએ યુવાનોમાં આત્મીયતા જગાડીને સત્કાર્યો માટે પ્રેરિત કર્યા હતાં.
આ પણ વાંચો : હરિપ્રસાદ સ્વામીજીના પાર્થિવ દેહને સોખડા હરિધામ મંદિર ખાતે લવાયો, ભક્તોની લાંબી લાઈનો
પ્રવીણ તોગડીયાએ હરિપ્રસાદ સ્વામીને શ્રદ્ધાંજલિ પાઠવી
શુક્રવારે આંતરરાષ્ટ્રીય હિન્દૂ પરિષદના પ્રવીણ તોગડીયા પણ સોખડા ખાતે આવી પહોચ્યા હતા અને પ.પૂ. હરિપ્રસાદ સ્વામીજીને શોકાંજલી સાથે ભાવાંજલિ અર્પણ કરી હતી. પ્રવીણ તોગડીયાએ જણાવ્યું હતું કે, હરિધામ સોખડા ખાતે મારા સ્વામીજી જોડે અનેક અનુભવો છે. કેટલાક રાત્રી નિવાસ મેં આત્મીય ધામમાં કર્યા છે અને સ્વામીજીના મારા પર સ્નેહ અને આશીર્વાદ હતા. હું સ્વામીજીને શ્રદ્ધાંજલિ પાઠવું છુ. એક પરમ આત્મા અનંતમાં વિલિન થયાં હોય એવી અનુભૂતિ કરી રહ્યો છું, એક નવી પેઢીના નિર્માણ માટે સ્વામીજીએ અભૂતપૂર્વ કામગીરી કરી હતી.