- સમગ્ર વિશ્વ 8 માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી રહ્યું છે
- કોરોના સંક્રમિત લોકોની સેવા કરનાર મહિલાઓનું સમ્માન કરી મહિલા દિવસની ઉજવણી
- મહિલા તબીબો,નર્સ,મહિલા સફાઈ કામદાર, સહિત મહિલા પત્રકારોનું સમ્માન કરાયું
સુરત: 8 માર્ચ એટલે વિશ્વભરમાં મહિલાઓ પ્રતિ સમ્માન, પ્રશંસાને આ દિવસે તેમના આર્થિક,રાજનીતિક અને તેને કરેલા કાર્યને ઉત્સવની જેમ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવવામાં આવે છે. ત્યારે, સુરત શહેર ખાતે કોરોનાકાળ દરમિયાન પોતાનો જીવ જોખમમાં મૂકી નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડોકટર, નર્સ, સફાઈ કામદાર, સામાજિક કાર્યકર સહિત શહેરના મહિલા પત્રકારો મળી 51 મહિલાઓનું નર્સિંગ એસોસિએશન દ્વારા સમ્માન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: સયાજી હોસ્પિટલમાં કોરોનાની કપરી પરિસ્થિતિમાં ફરજ બજાવતી મહિલા શક્તિને બિરદાવી
પત્રકારીતા કરતા મહિલા પત્રકારોનું પણ સમ્માન કરાયું
કોરોનાની વિકટ પરિસ્થિતિમાં દેશભરમાં ડોકટર, નર્સ, સફાઈ કામદાર, પોલીસ, સામાજિક કાર્યકરો, મહિલા પત્રકારો સહિતનાઓએ પોતાનો જીવ જોખમમાં મૂકી લોકોની સેવામાં લાગ્યા હતા. હાલ પણ તેઓ ફરજ નિભાવી રહ્યા છે. વિશ્વ મહિલા દિવસ નિમિત્તે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે નર્સિંગ એસોસિએશન દ્વારા આવી મહિલાઓનો સમ્માન કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમમાં લીંબયાતના ધારાસભ્ય સંગીતા પાટીલ સહિત મનપાના મહિલા કોર્પોરેટરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં કોરોનાના કહેર વચ્ચે પોતાનો જીવ જોખમમાં મૂકી લોકોની સેવા કરતા મહિલા તબીબો, નર્સ, મહિલા સફાઈ કામદારોનું સમ્માન કરવામાં આવ્યું હતું. આ મહિલાઓ પોતાના પરિવારથી દુર રહી દિવસ રાત કોરોના સંક્રમિત લોકોની સેવામાં હતા. સાથે સાથે લોકોને ઘર બેઠા સાચી માહિતી મળી રહે, કોરોના કહેર વચ્ચે પત્રકારીતા કરતા મહિલા પત્રકારોનું પણ સમ્માન કરી વિશ્વ મહિલા દિનની ઉજવણી કરાઈ હતી.