ETV Bharat / city

પ્રથમવાર સ્પેશિયલ ઇકોનોમિક ઝોન રિયો ટીન્ટોના રફ ડાયમંડની ટ્રાયલ શિપમેન્ટ કરવામાં આવી

વિદેશી માઇનિંગ કંપનીઓ સુરત ખાતે આવનારા દિવસોમાં ઓકેશનન કરી શકે તે માટે પ્રથમવાર સ્પેશિયલ ઇકોનોમિક ઝોન રિયો ટીન્ટોના રફ ડાયમંડની ટ્રાયલ શિપમેન્ટ કરવામાં આવી છે. આ પ્રથમ શિપમેન્ટ ટ્રાયલ છે. જેના થકી આવનારા દિવસોમાં નોટિફાઇડ ઝોનમાં આવેલા વેપારીઓને વિદેશથી આવનારા રફ ડાયમંડ અને તેના કસ્ટમ સહિતના અન્ય સંપૂર્ણ માહિતી મળી શકે. આ શિપમેન્ટ સુરતના ઇકોનોમિક ઝોનમાં મૂકવામાં આવશે.

ટ્રાયલ શિપમેન્ટ
ટ્રાયલ શિપમેન્ટ
author img

By

Published : Jan 30, 2021, 10:59 PM IST

  • શિપમેન્ટ સુરતના ઇકોનોમિક ઝોનમાં મૂકવામાં આવશે
  • આ પ્રથમ શિપમેન્ટ ટ્રાયલ
  • નોટિફાઇડ ઝોનમાં આવેલા વેપારીઓને વિદેશથી આવનારા રફ ડાયમંડ અને તેના કસ્ટમ સહિતના અન્ય સંપૂર્ણ માહિતી મળશે

સુરત : ધ જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલના ગુજરાત રાજ્યના રિચ્યુઅલ ચેરમેન દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, કાઉન્સિલ દ્વારા સુરત ખાતે સ્થાપવામાં આવેલા સુરત ઇન્ટરનેશનલ ડાય ટ્રેડ સેન્ટર સ્પેશિયલ નોટિફાઇડ ઝોનમાં આજરોજ છે. પ્રથમ શિપમેન્ટ ટ્રાયલ અર્થે લાવવામાં આવેલા છે. શિપમેન્ટ ટ્રાયલ માટે લાવવાનો મુખ્ય હેતુ વિદેશથી સુરતથી લાભ ઉઠાવવા માટે કરવાની પ્રક્રિયા તેના માટે અનુસરવાના સ્ટેપ્સ કસ્ટમ ક્લિયરન્સ પ્રોસિજર સ્થળ સુધી પહોંચાડવા માટેની વિધિ સ્થળ પરના સિક્યોરિટી સિસ્ટમ અને ઓકેશન વખતે વિઝિટર્સ ફોલો કરવાના નિયમો વગેરે બાબતોની વિધિસર ચકાસણી કરવાનો છે. જેથી મુખ્ય પાર્સલ આવવાના શરૂ થાય તે સમયે કોઈપણ પ્રકારની મુશ્કેલી પડે નહીં અને સમય ખરાબ થયા વિના કાર્ય આગળ વધી શકે.

ટ્રાયલ શિપમેન્ટ
પ્રથમવાર સ્પેશિયલ ઇકોનોમિક ઝોન રિયો ટીન્ટોના રફ ડાયમંડની ટ્રાયલ શિપમેન્ટ કરવામાં આવી

પ્રોજેક્ટ અને વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવશે

દિનેશ નાવડિયાએ વધુમાં જણાવ્યું હતું કે, ટ્રાયલ માટે શિપમેન્ટને 4થી 6 દિવસ રાખવામાં આવશે. ત્યારબાદ એક્સપોર્ટ કરવામાં આવશે. સફળતાપૂર્વક કરી એક્સપોર્ટ થયા બાદ કાર્યવાહીનું ચક્ર સંપૂર્ણ થશે અને પ્રોજેક્ટ અને વિધિવત રીતે ખુલ્લો મૂકવામાં આવશે. આ વિધિ દરમિયાન કસ્ટમ વિભાગ દ્વારા જે નિયમો અને પ્રોસિજર નક્કી કરવામાં આવ્યા છે. તેનું સંપૂર્ણ પાલન કરવા માટે કસ્ટોડિયન DGDC, ઓપરેટર SIDC સજ્જ છે અને જે કોઈ પણ સુધારા કરવા પડે તે કરવામાં આવશે. આ માટે GJEPC સુરત ઓફિસ કસ્ટમ ડિપાર્ટમેન્ટ કસ્ટોડિયન DGDC અને ઓપરેટર SIGC સાથે કોઓર્ડીનેટ કરી રહી છે.

લોકડાઉનના લીધે આ પ્રક્રિયા થોડી લંબાઈ ગઈ હતી

દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, આ ટ્રાયલ માટે માઈનિંગ કંપનીઓ રીયો ટીન્ટો દ્વારા શિપમેન્ટ મોકલવામાં આવેલી છે અને પ્રથમ શિપમેન્ટ મોકલવામાં કંપની દ્વારા ખૂબ જ સારો સહયોગ સાંપડ્યો હતો. માઇનિંગ કંપનીઓ દ્વારા સુરત ખાતે ઓકેશન કરવા માટે રસ દાખવવામાં આવી રહ્યો છે. મને વિશ્વાસ છે કે, ટૂંક સમયમાં પ્રથમ ઓપરેશનની જાહેરાત કરીશુ. લોકડાઉનના લીધે આ પ્રક્રિયા થોડી લંબાઈ ગઈ હતી, પરંતુ વર્ષ 2021ની આશાઓ સાથે શરૂ થઇ ચૂક્યું છે. ત્યારે વડાપ્રધાન દ્વારા જોવામાં આવેલા સ્વપ્નના ભારતને હિરા ઉદ્યોગનું ટ્રેડિંગ હબ બનાવવું છે. તે તરફ કાઉન્સિલનો વધુ એક પ્રયાસ ગુજરાત હીરા ઉદ્યોગ માટે નવી દિશાઓ ખોલશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.