ETV Bharat / city

સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીને બ્લડ ડોનેટ કરવા આવેલા યુવકને કોઈ કર્મચારી હાજર નથી, તેમ કહી બ્લડ લીધા વગર જ કાઢી મૂક્યો - new civil hospital

સુરત નવી સિવિલ હોસ્પિટલ(new civil hospital)ની ગંભીર બેદરકારી સામે આવી છે, નવી સિવિલ હોસ્પિટલ(new civil hospital)માં દાખલ દર્દીને બ્લડ ડોનેટ કરવા આવેલા યુવકને રક્તદાન વિભાગના કર્મચારીએ કોઈ કર્મચારી હાજર ન હોવાનું કહી રક્તદાન કર્યા વગર હાંકી મુક્યો છે.

સુરત નવી સિવિલ હોસ્પિટલ
સુરત નવી સિવિલ હોસ્પિટલ
author img

By

Published : Jul 29, 2021, 8:01 PM IST

  • સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે
  • રક્તદાન કરવા આવેલા યુવકને કાઢી મુક્યો
  • રક્તના હોવાના કારણે સામાજિક સેવક યુવક બ્લડ ડોનેટ કરવા ગયો હતો
  • કોઈ કર્મચારી હાલ હાજર ન હોવાનું કહી રક્ત આપ્યા વગર યુવકને હાંકી મુક્યો

સુરત: નવી સિવિલ હોસ્પિટલ(new civil hospital)માં દક્ષિણ ગુજરાત સહિત અન્ય રાજ્યમાંથી લોકો સારવાર અર્થે આવતા હોય છે, જ્યારે કોરોના કાળથી શહેરમાં રક્તદાન કેન્દ્ર પર રક્તની અછત જોવા મળી હતી, જ્યારે રક્તની અછત વચ્ચે નવી સિવિલ હોસ્પિટલના રક્તદાન કેન્દ્ર પરના કર્મચારીએ યુવકનું રક્ત લીધા વગર તેને કાઢી મૂક્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

સુરત સિવિલ હોસ્પિટલ

આ પણ વાંચો- મેરઠમાં હોસ્પિટલના ડોક્ટરની બેદરકારી, મૃત જાહેર કરાયેલો વ્યક્તિ જીવતો નીકળ્યો

સમાજસેવક યુવકે B પોઝિટીવ રક્તદાન કરવાની વાત કરી હતી

નવી સિવિલ હોસ્પિટલ(new civil hospital)માં દાખલ દર્દીને રક્તની જરૂર હોવાના મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. મેસેજ એક સમાજસેવકને મળતા રાત્રિ દરમિયાન તે નવી સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યો હતો. દર્દી પાસેથી રક્તના સેમ્પલ લઇ બ્લડ બેન્ક પર જઇ ફરજ પર હાજર કર્મચારી પાસે B પોઝિટીવ બ્લડ માંગતા કર્મચારીએ જણાવ્યું હતું કે, મારી પાસે B પોઝિટિવ રક્ત નથી, તેથી સમાજસેવકે B પોઝિટીવ રક્તદાન કરવાની વાત કરી હતી. યુવકે રક્ત આપવાનું કહેતા, કર્મચારીએ હાલ કોઇ હાજર ન હોવાનું કહી બ્લડ લીધા વગર જ યુવકને કાઢી મુક્યો હતો અને કહ્યું કે, તમે બીજા રક્તદાન કેન્દ્ર પરથી રક્ત મેળવી લો, ત્યારે યુવકે સ્મીમેર હોસ્પિટલમાં રક્તદાન કરી સિવિલ હોસ્પિટલમાં દાખલ દર્દીને રક્ત પહોંચાડ્યું હતું.

બ્લડની જરૂરના સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયા હતા

સમાજસેવક અજીત મનસૂરે જણાવ્યું હતું કે, ગઇકાલે વ્હોટ્સઅપ પર એક મેસેજ ફરતો હતો કે, નવી સિવિલ હોસ્પિટલ(new civil hospital)માં દાખલ દર્દીને રક્તની જરૂર છે. સમાજસેવકના નાતે B પોઝિટીવ રક્ત ધરાવતો મિત્ર તેને લઈને નવી સિવિલ હોસ્પિટલ ખાતે ગયો હતો. ત્યાં જઈ દર્દીનો સંપર્ક કરી દર્દીના બ્લડ રિપોર્ટ લઈ સિવિલ હોસ્પિટલ રક્તદાન કેન્દ્ર પર ગયો હતો. ત્યાં ફરજ પર હાજર લેબ ટેક્નિશિયન પાસે બી પોઝિટીવ બ્લડ માંગ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે, મારી પાસે B પોઝિટીવ બ્લડ નથી, પણ અમારી પાસે રક્તદાતા છે, અમારે ડોનેટ કરવું છે, બ્લડ લઈ લો.

બ્લડ લેવા હાલ કોઇ કર્મચારી નથી, તમે બીજી જગ્યાએ ડોનેટ કરાવી લો

લેબ ટેક્નિશિયને જણાવ્યું કે, અમારી પાસે B પોઝિટીવ બ્લડ પણ નથી અને બ્લડ લેવા હાલ કોઇ કર્મચારી નથી, તમે બીજી જગ્યાએ ડોનેટ કરાવી લો. અમે નિરાશ થઈને સ્મીમેર હોસ્પિટલ ખાતે જઇ રક્તદાન કરી દર્દીને મદદ કરી હતી. સમાજસેવક યુવકે માગ કરી છે કે, નવી સિવિલ હોસ્પિટલ ખાતે સ્ટાફ વધારો કરવામાં આવે, જેથી આવી રીતે કોઈ દર્દીને તકલીફ ના પડે.

કર્મચારી વિરૂધ્ધ તપાસના આદેશ કરાયા

નવી સિવિલ હોસ્પિટલના ડીન ડો. રાગીની વર્માએ જણાવ્યું હતું કે, નવી સિવિલ હોસ્પિટલ(new civil hospital) ખાતે એક દર્દીને રક્તની જરૂર હતી. રક્ત ડોનેટ કરવા ગયેલા યુવકને લેબ ટેક્નિશિયને બ્લડ લેવાની ના પાડી છે આ અંગે અમે તપાસના આદેશ કરી દીધા છે, નવી સિવિલ હોસ્પિટલમાં એક વ્યક્તિની જગ્યા ખાલી છે, તે જગ્યા ભરવા માટે અમે પગલાં લઇશું.

આ પણ વાંચો- પોરબંદરમાં હોસ્પિટલની બેદરકારી, કોરોના રિપોર્ટ આવ્યા પહેલા જ મૃતદેહની દફનવિધી કરાઇ

કર્મચારી પાસેથી માફી પત્ર લખાવવામાં આવ્યું

નવી સિવિલ હોસ્પિટલ(new civil hospital)માં 24 કલાક બ્લડ બેંક ચાલુ હોય છે, 24 કલાક બ્લડ ડોનેટ પણ કરી શકાય છે. તેમ છતાં કર્મચારીએ યુવકનું બ્લડ ન લેતા ગંભીર બેદરકારી સામે આવી છે. હાલ સૂત્રો દ્વારા મળતી માહિતી પ્રમાણે, હાલ નવી સિવિલ હોસ્પિટલમાં ફરજ પર હાજર કર્મચારી પાસે માફી પત્ર લખાવવાની સૂચના આપવામાં આવી છે, જેથી અગાઉ આવી કોઈ ઘટના ફરી ન બને તેમજ રક્તદાન કેન્દ્રમાં એક લેબ ટેક્નિશિયન ઘટવાના કારણે બીજી ભરતી કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.