ETV Bharat / city

સુરતના મેયરે લોકોની સમસ્યાઓનું સમાધાન કરવા માટે ઓનલાઈન ડેશબોર્ડ શરૂ કરવામાં આવ્યું

કોઈ પણ શહેરમાં નાગરીકો પોતાની સમસ્યા માટે પાલિકા કે વાર્ડ ઓફિસમાં જાય છે પણ સુસ્ત વ્યવસ્થાને કારણે આ ફરિયાદોનું જલ્દી નિકારણ આવતું નથી. સુરતમાં મેયર એક નવો અભિગમ શરૂ કર્યો છે. મેયર દ્વારા લોકોની સમસ્યાનુ સમાધાન માટે ઓનલાઈન ડેશબોર્ડ શરૂ કરવામાં આવ્યું છે.

mayour
સુરતના મેયરે લોકોની સુવિધાનુ સમાધાન કરવા માટે ઓનલાઈન ડેશબોર્ડ શરૂ કરવામાં આવ્યું
author img

By

Published : Jul 14, 2021, 1:38 PM IST

  • સુરતમાં ઓનલાઈન ફરિયાદનું નિરાકરણ
  • છેલ્લા 1 મહિનામાં હજારો ફરિયાદનું નિરાકરણ
  • દરેક ફરિયાદ પર રાખવામાં આવે છે નજર

સુરત: સમગ્ર રાજ્યમાં સૌ પ્રથમવાર સુરતના મેયર હેમાલી બોઘાવાળા દ્વારા લોકોના પ્રશ્નોના નિરાકરણ લાવવાનો પ્રયાસ ડેસ્ક બોર્ડ દ્વારા શરૂ કર્યો છે. જુદાજુદા વિસ્તારના લોકો પોતાના પ્રાથમિક પ્રશ્ન અંગે ઓનલાઇન રજૂઆત કરી શકે છે. લોકોને આવતી ફરિયાદો અંગે મેયર દ્વારા ઝોનલ ઓફિસર સાથે ચર્ચા વિચારણા કરી યોગ્ય સમયમાં નિરાકરણ લાવવાની સૂચના કરવામાં આવે છે. એક મહિનામાં મેયરને હજારો ફરીયાદ મળી હતી, જેમાં મોટા ભાગની ફરિયાદનો નિકાલ થઈ ચૂક્યો છે. આ ઉપરાત કેટલી સમસ્યાનું નિરાકરણ બાકી છે.

ઓનલાઈન ફરિયાદનું નિરાકરણ

સામાન્ય રીતે લોકો પોતાની સમસ્યા લઈને ઝોન ઓફીસ અથવા તો મનપા કચેરી ખાતે જતા હોય છે. જો કે અહીં પણ અધિકારીઓ સમસ્યાનું નિરાકરણ લાવવામાં ઘણો બધો સમય લેતા હોય છે અથવા તો સમસ્યાનો ઉકેલ જ નથી આવતો. આ પરિસ્થિતીમાં લોકોને ધર્મધક્કા ખાવાનો વારો આવતો હોય છે. હાલમાં લોકો ઘરે બેઠા જ પોતાની સમસ્યા કહી શકે તેવું આયોજન રાજ્યમાં સૌ પ્રથમ વાર સુરત મનપા દ્વારા કરવામાં આવ્યું છે. અહીં મનપાના મેયર હેમાલી બોઘાવાળાએ મેયર ડેસ્ક બોર્ડ શરૂ કર્યું છે. જેમાં સુરત ના તમામ નાગરિક પોતાના વિસ્તારની કે પોતાની સમસ્યા સીધી ઓનલાઈન મેયરને કરી શકે તેવું આયોજન કરવામાં આવ્યુ છે.

સુરતના મેયરે લોકોની સુવિધાનુ સમાધાન કરવા માટે ઓનલાઈન ડેશબોર્ડ શરૂ કરવામાં આવ્યું

આ પણ વાંચો : સુરતના દિપક કાબરાની Tokyo Olympicsમાં જજ તરીકે પસંદગી

અનેક સમસ્યાનુ કરવામાં નિરાકરણ

એક મહિના દરમિયાન સ્ટ્રીટ લાઈટ, પાણીનો ભરાવો, મિલકત વેરો, ડ્રેનેજ સહિતની સમસ્યાઓ લોકોએ મેયરને કરી છે. મેયરે જણાવ્યું હતું કે , એક મહિનામાં નાની મોટી હજારો ફરિયાદ મળી છે. અને મોટા ભાગની ફરિયાદનો નિકાલ થઈ ચૂક્યો છે. ફરિયાદ મળે એટલે તુરત ત્યાંના ઝોનલ ઓફીસરને ફરિયાદ મોકલવામાં આવે છે અને ક્યા સુધી આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવશે તેનો સમય પણ લેવામાં આવે છે.

આ પણ વાંચો : સાત વર્ષ બાદ તાપી નદી પર તૈયાર થયો આ બ્રિજ, CM રૂપાણી કરશે ઉદ્ઘાટન

દરેક ફરિયાદ પર નજર

આ સમયમાં ઝોનલ ઓફીસર દ્વારા સમસ્યાનું નિરાકરણ લાવવામા આવે છે કે કેમ તે ના પર પણ ચાંપતી નજર રાખવામાં આવે છે. જો કોઈ સમસ્યા મોટી હોય તો સ્થાનિક કોર્પોરેટર ને પણ જાણ કરી સમસ્યાના નિરાકરણ માં મદદરુપ થવા સૂચન કરવાંમા આવે છે. અત્યાર સુધી સૌથી વધુ ફરિયાદ ડ્રેનેજ અને પાણી ભરાવાની સમસ્યાની મળી છે. જેનો પણ તુરત નિકાલ કરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.