- મહા નગરપાલિકાના 30 વોર્ડ પર 120 બેઠક
- શહેરના અલગ અલગ 7 સ્થળો દાવેદારઓને સાંભળવામાં આવ્યા
- 24મી અને 25મીએ મહા નગરપાલિકાના 30 વોર્ડના દાવેદારોને સાંભળવામાં આવશે
સુરત : ચૂંટણી પંચ દ્વારા 21 ફેબ્રુઆરીના રોજ મહા નગરપાલિકાની ચૂંટણીની જાહેરાત બાદ શહેરના અલગ અલગ 7 સ્થળો પર પ્રદેશ નિરીક્ષકોએ દાવેદારી નોંધાવવા આવેલા ઉમેદવારોને સાંભળવામાં આવ્યા હતા. સુરત મહા નગરપાલિકાની કુલ 30 વોર્ડમાં 120 બેઠકો પર તારીખ 24મી અને 25મી દરમિયાન દાવેદારોને સાંભળવામાં આવશે.
50 ટકા ભાજપ કોર્પોરેટર્સને ઘરે બેસવાનો વારો
હાલમાં સી. આર. પાટીલ દ્વારા 55 વર્ષથી વધુ વયના લોકોને ટિકિટ ન માંગવા સલાહ આપવામાં આવી છે. 55 વર્ષની વય જોવામાં આવે તો સિટિંગ કોર્પોરેટર્સમાંથી વધુ લોકો ઘરે બેસવા તેમ છે. અર્ધા ભાજપના કોર્પોરેટર્સને ઘરે બેસવાનો વારો આવી શકે છે. સી. આર. પાટીલના સૂચન બાદ ભાજપના કોર્પોરેટર્સની ઇચ્છા પર ઠંડૂ પાણી ફરી વળ્યુ છે. મુંઝવણમાં મૂકાયેલા કોર્પોરેટર્સ નિરિક્ષકો સામે આવે છે કે કેમ તે જોવુ રહ્યું.
સી. આર. પાટીલ દ્વારા 55 વર્ષથી વધુ વયના લોકોને ટિકિટ ન માંગવાની સલાહ
ભાજપમાં લાંબા સમયથી કાર્યકર્તા તેમજ સામાજિક કાર્યકર્તા, યુવાઓ શહેરના અલગ અલગ 7 સ્થળો પર પોતાની ઉમેદવારી માટે દાવો કરવા આવ્યા હતા. પ્રદેશ ભાજપ સી. આર. પાટીલ દ્વારા 55 વર્ષથી વધુ વયના લોકોને ટિકિટ ન માંગવા સલાહ આપવામાં આવી છે. તેમ છતાં રવિવારના રોજ 55 કરતા વધુ ઉંમરના ઉમેદવારો દાવેદારી નોંધાવવા આવ્યા હતા.
આ ઉમેદવારોને ટિકિટ મળે તેવી શક્યતા
- હેમાલી બોધાવાળા, કોર્પોરેટર વોર્ડ નંબર 9
- નિરવ શાહ, તત્કાલિન ડે. મેયર, વોર્ડ નંબર 9
- નેન્સી સુમરા, વોર્ડ નંબર 10 (ACBના સકંજામાં આવ્યા હતા)
- રાકેશ માળી, વોર્ડ નંબર 12
- સોનલ દેસાઇ વોર્ડ નંબર 15 (કોંગ્રેસમાંથી ભાજપમાં પ્રવેશ કર્યો છે)
- વિજય ચોમાલ (કોર્પોરેટર વોર્ડ નંબર 17)
- રૂપલ શાહ (વોર્ડ નંબર 20) નારી સંરક્ષણ ગૃહના ચેરમેન
- અનિલ ગોપલાણી (વોર્ડ નંબર 21) તત્કાલિન સ્ટેન્ડિંગ ચેરમેન
ટિકિટ કપાઇ શકે તેવા ઉમેદવારો
- ડૉ. જગદીશ પટેલ (તત્કાલિન મેયર) વોર્ડ નંબર 6
- વિનુ મોરડીયા (ધારાસભ્ય) વોર્ડ નંબર 8
- અનિલ બિસ્કિટવાળા (વોર્ડ નંબર 10)
- અસ્મીતા શિરોયા (પૂર્વ મેયર) વોર્ડ નંબર 13
- પ્રવિણ ઘોઘારી (ધારાસભ્ય) વોર્ડ નંબર 13
- પિયુષ શિવશક્તિવાળા (વોર્ડ નંબર 19) દારૂ મુદ્દે ચર્ચામાં
- નિતિન ભજીયાવાલા (પૂર્વ શહેર પ્રમુખ) વોર્ડ નંબર 20
- ગિરિજાશંકર મિશ્રા, તત્કાલિન શાસક પક્ષ નેતા, વોર્ડ નંબર 28